ઈતિહાસ સાથે છેડછાડ પુનર્લેખન જરૂરી, શિવાજી, જ્ઞાનેશ્વર, લક્ષ્મીબાઈ, શંકરાચાર્ય વિશે વધુ કંઈ નથી: વેંકૈયા નાયડુ
- ઈતિહાસનું પુનર્લેખન જરૂરી
- ઈતિહાસ સાથે થઈ છે છેડછાડ
- ઉપરાષ્ટ્રપતિની મહત્વની ટીપ્પણી
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશમાં ભણાવવામાં આવતા ઈતિહાસ પર સવાલ ઉઠાવ્યો છે. પુણેમાં આયોજીત એક પુરષ્કાર સમારંભ દરમિયાન તેમણે કહ્યુ છે કે ભારતમાં લાંબા સમય સુધી ઉપનિવેશિક શાસન રહેવાને કારણે આપણા ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાયો છે. આવું જાણીજોઈને કરવામાં આવ્યું છે, જેથી ભારતની ખરાબ છબી રજૂ કરી શકાય. બહારથી આવનારા જે લોકોએ દેશ પર હુમલો કર્યો છે, લૂંટયો છે, છેતર્યો છે અને બરબાદ કર્યો છે, તેમના સંદર્ભે જણાવવામાં આવ્યું કે તેઓ મહાન હતા.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ છે કે આપણા ઈતિહાસને ફરથી લખવો અને તેને ઠીક કરવાની ઘણી વધારે સંભાવના છે. ભૂતકાળમાં ઉપનિવેશિક શાસનના કારણે ઈતિહાસ સાથે છેડછાડ થઈ છે. ભારત ક્યારેક વિશ્વ ગુરુ તરીકે ઓળખાતું હતું. લોકો કહે છે કે જીડીપી લગભગ 20 ટકા હતી. ભારતે પણ કોઈ અન્ય દેશ પર હુમલો કર્યો નથી.
તેમણે એમ પણ કહ્યુ છેકે ઈતિહાસમાં શિવાજી મહારાજ, બાસવેશ્વર, જ્ઞાનેશ્વર, રાણી લક્ષ્મીબાઈ, શંકરાચાર્ય સંદર્ભે વધારે કંઈ નથી. માટે હું કહું છું કે આપણે વાસ્તવિક ઈતિહાસને લોકોની સામે રજૂ કરવો પડશે.
વેંકૈયા નાયડુએ કહ્યુ છે કે હાલ દેશમાં રાષ્ટ્રીય મહત્વના ઘણાં સ્મારકો છે. તેના સંદર્ભે જાગરૂકતા પેદા કરવી અને સ્કૂલ-કોલેજના સ્ટૂડન્ટ્સને તેના સંદર્ભે જણાવવું ઘણું જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિએ સ્ટૂડન્ટ્સને નજીકના ક્ષેત્રમોં રહેલા ઐતિહાસિક સ્મારકોની મુલાકાત કરવી અને ઈતિહાસ જાણવા પર પણ જોર આપવા માટે હાકલ કરી છે.
વેંકૈયા નાયડુએ કહ્યુ છે કે આખી દુનિયા ભારતને જોઈ રહી છે. જાતિ, પંથ, ધર્મ, લિંગ અને ક્ષેત્ર પર આધારીત તમામ પ્રવર્તમાન સામાજીક બુરાઈઓને દૂર કરવી જોઈએ, કારણ કે આપણે વન નેશન અને વન પીપલ છીએ. આપણે પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવો જોઈએ, જે દેશમાં શાંતિ અને સદભાવ બનાવી રાખવા સિવાય જીવન જીવવાની એક રીત છે. આપણી યુવા પેઢીની માનસિકતાને બદલવાની જરૂરત છે, જેને આપણે સમૃદ્ધ ઈતિહાસ અને ભૂતકાળ સંદર્ભે જણાવવું જોઈએ. ત્યારે ભારત એક મજબૂત રાષ્ટ્ર હશે.
મહારાષ્ટ્રમાં ગત સપ્તાહે વિધાનસભા ચૂંટણી સાથે લાગુ થનારી આદર્શ આચાર સંહીતાનો ઉલ્લેખ કરતા નાયડુએકહ્યુ છે કે દેશમાં વારંવાર ચૂંટણી થવી ચિંતાનો વિષય છે, કારણ કે તમામને ત્રણ તબક્કાઓનું પાલન કરવું પડે છે- ચૂંટણી, સંરક્ષણ અને સુધાર. દેશ હિતમાં, 15 દિવસોની અંદર માત્ર એક ચૂંટણી થવી જોઈએ જેથી જનતાના કામમાં કોઈ પરિવર્તન થયું નહીં.