‘વેજ પોટેટો પાસ્તા કટલેસ’ – મેક્સિકન ટેસ્ટ અને ખાવામાં ખુબ જ ટેસ્ટિ, તમારા નાસ્તામાં આજે જ બનાવો
સાહીન મુલતાની-
સામગ્રી
- 200 ગ્રામ – રવો (રવાના બદલે તમે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો)
- 4 નંગ – બાફેલા બટાકા (કોરા કરીને ક્રશ કરેલા)
- 2 કપ – બાફેલા પાસ્તા
- 1 કપ – બાફેલા મકાઈના દાણા
- 1 કપ – કેપ્સિકમ મરચા જીણા સમારેલા
- 1 કપ – જીણું સમારેલું ગાજર
- 1 કપ – ચીઝ છીંણેલું
- 2 મચમી – ચીલી ફ્લેક્સ
- 2 ચમચી – લીલા મરચા જીણા સમારેલા
- 2 ચમચી – લીલા ઘાણા
- 1 ચમચી – ઓરેગાનો
- અડધી ચમચી – મરીનો પાવડર
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
કોટિન તૈયાર કરવા માટેની રીત – રવાને એક બાઉલમાં લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠૂં એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી ઓરેગાનો નાખીને બરાબર મિક્સ કરી લો.
મેક્સિકન કટલેસ બનાવાની રીત – સૌ પ્રથમ બાફેલા બટાકાના ક્રશમાં પાસ્તા એડ કરીને હાથ વડે બરાબર બટાકા-પાસ્તાને મિક્સ કરીલો, હવે આ મિશ્રણમાં જ મકાઈના દાણા, કેપ્સિકમ મરચા, ગાજર , લીલા ઘાણા, લીલા મરચા, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મરીનો પાવડર ,છીણેલું ચીઝ અને મીઠૂં એડ કરીને બરાબર મિક્સ કરીલો, હવે આ મિશ્રણમાંથી હાથની હથેળી વડે નાની નાની ટીક્કીઓ તૈયાર કરીલો, જેનો આકાર ગોળ કટલેસ જેવો થવો જોઈએ.
હવે આ મેકિસન કટલેસને રવામામં રગદોળીને બરાબર કોટ કરીલો, હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, તેલ બરાબર ગરમ થાઈ એટલે તેમાં તૈયાર કરેલી કટલેસ નાંખીને ગેસની ઘીમી ફ્લેમ પર તળીલો, ધ્યાન રાખો કટલેસ અંદરથી બારથી બરાબર તૈયાર થવી જોઈએ, હવે કટલેસ બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરીને કટલેસને ટિસ્યૂ પેપર અથવા સાદા પેપર પર કાઢીલો, તૈયાર છે ગરમા ગરમ મેકિસ્ન સ્ટાઈલ વેજ આલું પાસ્તા ક્રીસ્પિ કટલેસ.તમે ટામેટા સોસ કે ગ્રીન ચટણી અથવા તો માયો ડીપ સાથે સર્વ કરી શકો છો.