જી-20 સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે મુલાકાત થઈ છે. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યુ હતુ કે આવો આપણે દરેક ક્ષેત્રમાં કામ કરીએ, તેમાં મિલિટ્રી પણ સામેલ હોય. આજે આપણે વ્યાપાર પર ચર્ચા કરીશું. તમે વાસ્તવમાં ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. તમે આના માટે યોગ્ય છો. તમે ઘણું સારું કામ કર્યું છે. ઘમાં જૂથે એકબીજાની વિરુદ્ધ લડી રહ્યા હતા, તમે તમામ જૂથોને એકસાથે લઈને આવ્યા.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યુ હતુ કે તમે લોકોને સાથે લાવવાનું મોટું કામ કર્યું છે. મને યાદ છે કે જ્યારે તમે પહેલીવાર સત્તામાં આવ્યા હતા, ત્યારે ઘણાં જૂથો હતા અને તે પરસ્પર લડતા હતા અને તે હવે એકસાથે છે. આ તમારી ક્ષમતાને સૌથી મોટું સમ્માન છે.
બેઠકમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કહ્યુ હતુ કે આપણે ઘણાં સારા મિત્રો બની ગયા છીએ, આપણા દેસોમાં આનાથી પહેલા ક્યારેય આટલી ઘનિષ્ઠતા થઈ નથી. હું એ વાત પુરા ભરોસા સાથે કહી શકું છું. આપણે લેકો ઘમાં ક્ષેત્રોમાં ખાસ કરીને મિલિટ્રીમાં મળીને કામ કરીશું. આજે આપણે લોકો કારોબારના મુદ્દા પર પણ વાત કરી રહ્યા છીએ.
તો ઈરાનના મુદ્દા પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્મે કહ્યુ છે કે આપણી પાસે ઘણો સમય છે, કોઈ જલ્દી નથી. તે સમય લઈ શકે છે. સમયને લઈને કોઈ દબાણ નથી. મને લાગે છે કે અંતમાં બધું બરાબર થઈ જશે. જો આ કામ કરે છે, તો ઠીક. નહીંતર તમે લોકો આના સંદર્ભે કંઈક સાંભળશો.
આના પહેલા વડાપ્રધાન મોદીએ ગુરુવારે પોતાના જાપાની સમકક્ષ શિંજો આબે સાથે આફત બાદ પુનર્વાસ માટે દેશોના ગઠબંધન બનાવવાના પ્રસ્તાવ પર સમર્થન માંગ્યું હતું. આ દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને નેતાઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, અંતરીક્ષ, ડિજિટલ અર્થવ્યવસ્થા અને સ્ટાર્ટઅપ્સ સહીતના વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના દ્વિપક્ષીય ગઠબંધન બનાવીને બાંગ્લાદેશ, મ્યાંમાર અને કેન્યા જેવા અન્ય દેશોમાં સંયુક્ત યોજનાઓમાં બંને દેશોની સંભાવના પર પણ વિચારવિમર્શ કર્યો હતો.
વિદેશ સચિવ વિજય ગોખલેએ મીડિયાને જાણકારી આપતા કહ્યુ હતુ કે તેમણે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવેની પ્રગતિ અને વારાણસી મેંકન્વેન્શન સેન્ટરના નિર્માણની સમીક્ષા પણ કરી હતી. આ યોજનાઓનું નિર્માણ જાપાનની મદદથી કરાઈ રહ્યું છે.