યૂએઈ એ પાકિસ્તાન સહિતના 12 દેશોના વિઝા પર હાલ પુરતો પ્રતિબંધ મૂ્કયો- જો કે ભારત આ 12 દેશોમાંથી બાકાત
- યૂએઈ એ પાકિસ્તાન સહિતના 12 દેશોના વિઝા પર લગાવી રોક
- ભારત આ 12 દેશોમાંથી બાકાત છે
- પાકિસ્તાની વિદેશ મંત્રાલયે બુધવારના રોજ આ અંગે માહિતી આપી હતી
- રોક લગાવવાનું કારણ વધતા જતા કોરોનાના કેસ મનાઈ રહ્યું છે
નવી દિલ્હી -: સંયૂક્ત અરબ અમીરાતએ પાકિસ્તાન અને અન્ય 11 દેશોના યાત્રીઓ માટે નવા વિઝા રદ કરવાની બાબતે રોક લગાવી દીધી છે,જો કે આ પાબંધિવાળા 12 દેશોમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
પાકિસ્તાની સમાચાર પત્રમાં છાપવામાં આવેલા એહેવાલ પ્રમાણે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારના રોજ આ માહિતીની ખાતરી કરતા કહ્યું હતું કે, યૂએઈ તરફથી લેવામાં આવેલો આ નિર્ણય કોરોના વાયરસની બીજી તરંગ સંબંઘિત માનવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ જણાવ્યું હતું કે, યૂએઈ એ પાકિસ્તાન સહિત 12 દેશો માટે આગામી સુચના સુધી અસ્થાયી રીતે યાત્રી વિઝા રજુ કરવાને સ્થગિત કર્યા છે, જો કે પહેલાથી જેને વિઝા મળી ચૂક્યા છે તેના પર રોક લગાવવામાં આવી નથી.
પાકિસ્તાન સિવાય યૂએઈ સરકાર એ તુર્કી, ઈરાન, યમન, સીરિયા, ઈરાક, સોમાલિયા, લીબિયા ,કેન્યા અને અફઘાનિસ્તાનના લોકો માટે વિઝા આપવા પર હાલ પુરતો પ્રતિબંધ લગાવ્યો છે, આ નિર્ણય પાકિસ્તાનમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને લેવામા આવ્યો હોય કતેમ માનવામાં આવી રહ્યું છે,વિતેલા દિવસોમાં પાકિસ્તાનમાં 20 હજાર કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે.
આ પહેલા પણ યૂએઈ એ જુન મહિનામાં પાકિસ્તાનમાં કોરોનાનું સંક્રમણ વધતા વિઝા પર અસ્થાયી રીતે પ્રતિબંધ લાગવ્યો હતો, હાલ પાકિસ્તાનમાં 3 લાખ 63 હજારથી પણ વદુ કેસ સામે આવ્યા છે,જેમાં હાલ 30 હદારથી પણ વધુ એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે.
સાહીન-