પોલીસ પર ભરોસો છતાં પોલીસનો ભારતમાં સામાન્ય નાગરિકોને ડર!, પોલીસને નાગરિક મિત્ર માને તેના માટે સુધારા જરૂરી
- પોલીસ પ્રત્યેના વલણ સંદર્ભેના 22 રાજ્યોના સર્વેના તારણ
- 44 ટકા લોકોએ માર ખાવાનો ડર વ્યક્ત કર્યો
- 29 ટકા મહિલાઓએ જાતીય ઉત્પીડનનો ડર વ્યક્ત કર્યો હતો
- 69 ટકા લોકોએ પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો
- 65 ટકા લોકોએ પોલીસ પ્રત્યે ઉચ્ચ સંતુષ્ટિનો દાવો પણ કર્યો
પોલીસ ભારતના રાજ્યોની સરકારોના અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. ભારતીય પોલીસ નાગરિક મિત્ર તરીકેની ભૂમિકામાં લાવવા માટે પોલીસ સુધારણાની ઘણાં લાંબા સમયથી પેરવી થઈ રહી છે. જો કે 1843માં સ્થાપિત ભારતીય પોલીસ અંગ્રેજ કાલિન કાયદાઓ પ્રમાણે કામ કરે છે. ભારતીય પોલીસ અધિનિયમ-1861 હેઠળ કામ કરી રહેલી પોલીસ ભારતના વર્ગ, જાતિ, લિંગ અને ધાર્મિક વિવિધતાઓની સાથે તાલમેલ બેસાડવા માટે સંઘર્ષ કરી રહી છે. આનું કારણ તાલીમ, સંવેદનશીલતાનો અભાવ અને/ અથવા સ્ટેટ્સ ઓફ પોલિસિંગ ઈન ઈન્ડિયા 2018ના રિપોર્ટ પ્રમાણે પોલીસકર્મીઓમાં રહેતી ભેદભાવની ભાવના હોઈ શકે છે.
કોમન કોઝ અને દિલ્હી ખાતેની સંસ્થા સીએસડીએસની એક સંસ્થા લોકનીતિ દ્વારા જ્યારે ભારતના 22 રાજ્યોમાં એક સર્વે કરવામાં આવ્યો, તો ઉત્તરદાતાઓની વચ્ચે વિરોધાભાસી દાવાઓ જોવા મળ્યા છે. લોકોને કારણ વગર ઉત્પીડન અને ફસાવવાના ડર છતાં પોલીસમાં ઉચ્ચસ્તરનો ભરોસો પણ છે.
આ સર્વેમાં 44 ટકા લોકોએ માર ખાવાનો ડર વ્યક્ત કર્યો છે. 38 ટકા લોકોએ ખોટા આરોપમાં ધરપકડનો ભય વ્યક્ત કર્યો છે. 38 ટકા લોકોએ ખોટા મામલામાં ફસાવવાનો ડર જણાવ્યો હતો. 29 ટકા મહિલાઓએ જાતીય ઉત્પીડનનો ડર વ્યક્ત કર્યો હતો. સર્વે મુજબ 54 ટકા લોકોએ કહ્યુ કે તેમને પોલીસની બર્બરતાનો વ્યક્તિગત અનુભવ છે અને 51 ટકા લોકોનું માનવું છે કે પોલીસ વર્ગના આધારે ભેદભાવ કરે છે. જેમાં યુપી અને બિહારમાં આવી માન્યતા 73 ટકા જેટલી છે.
જો કે પોલીસ માટેના આટલા નકારાત્મક અભિપ્રાય છતા આશાનું એક કિરણ પણ સર્વેમાં જોવા મળ્યું હતું. જેમાં 69 ટકા લોકોએ પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને 65 ટકા લોકોએ પોલીસ પ્રત્યે ઉચ્ચ સંતુષ્ટિનો દાવો પણ કર્યો હતો.
પોલીસ બર્બરતા સંદર્ભે જાગરૂકતા છતા, પોલીસમાં વિશ્વાસ અને સંતુષ્ટિ ભારતમાં એક પ્રચલિત રાષ્ટ્રવાદી વાતારણના સ્વરૂપમાં જોઈ શકાય છે. જે કથિતપણે શાસન અને કાયદાના રાજ્યને નબળી કરે છે, પરંતુ રાજ્ય નિયંત્રિત સંસ્થાઓના પક્ષમાં વિશ્વાસ અને વફાદારીની માગણી કરે છે. શોષણ અને અકર્મણ્યતા છતાં ઘણાં લોકો પોલીસને ભારે સમર્થન આપી રહ્યા છે, કારણ કે લોકતાંત્રિક શાસનની સંરચના લોકતાંત્રિક સંસ્થાનોના અસ્તિત્વ પર જ નિર્ભર કરે છે. રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે ઓઠામાં ઓછા 50 ટકા લોકો પોલીસ કસ્ટડીમાં કથિત અપરાધીઓ વિરુદ્ધ હિંસાને ટેકો આપી રહ્યા છે. હિંદુઓ અને મુસ્લિમોએ પોલીસ હિંસાનું સમાનપણે સમર્થન કર્યું છે. જો કે અનુસૂચિત જનજાતિ અને ખ્રિસ્તી આમા ઓછા સંમત હતા.
ઓછામાં ઓછા 48 ટકા ગ્રામીણ ભારતીયો પોલીસ હિંસાનું સમર્થન કરે છે. આ આંકડો શહેરી આંકડાથી સાત ટકા ઓછો છે. એસટી અને ખ્રિસ્તી એવા મુદાય છે, જે આ મુદ્દાઓને લઈને ઓછા મુખર છે અને તેમને રાજકીય રીતે હાંસિયામાં માની શકાય છે. જ્યારે કથિત સંસ્થાગત ભેદભાવોનો સામનો કરવા છતાં દલિત અને મુસ્લિમ સમુદાય પ્રત્યે કથિત નફરત ભરેલા હુમલા વિરુદ્ધ વિરોધ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં સક્ષમ રહે છે. આ લોકતાંત્રિક વ્યવસ્થા તેમને પોલીસ પર વધારે ભરોસો કરવાની મંજૂરી આપે છે.
તમિલનાડુમાં 61.5 ટકા, ગુજરાતમાં 58.1 ટકા, કેરળમાં 61.2 ટકા અને દિલ્હીમાં 60.1 ટકા લોકોએ પોલીસ હિંસાને ભારે સમર્થન આપ્યું છે. શરૂઆતના ત્રણ રાજ્યો વધારે ઔદ્યોગિકીકૃત અને શિક્ષિત છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 5.1 ટકા, ઓડિશામાં 2.2 ટકા અને પશ્ચિમ બંગાળમાં 42.2 ટકા લોકોએ પોલીસ હિંસા સામે સર્વેમાં આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. આ ત્રણેય રાજ્યો પોલીસ હિંસાને સમર્થન આપનારા ત્રણ રાજ્યો કરતા ઓછા જીવંત માનવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં કેરળ સિવાયના રાજ્યોમાં પોલીસનો ડર વધારે જોવા મળ્યો હતો. પંજાબને બાદ કરતા ઉત્તર ભારતમાં પોલીસનો ડર ઓછો હતો.
સર્વે મુજબ દક્ષિણ ભારતીય રાજ્યોમાં મુસ્લિમોને દેશના અન્ય ક્ષેત્રોની સરખામણીએ પોલીસથી (61 ટકા) વધારે ભય છે. 46 ટકા શીખો, હિંદુઓમાં અન્ય પછાત વર્ગના 52 ટકા, હિંદુઓમાં અનુસૂચિત જાતિમાં 45 ટકા અને અનુસૂચિત જનજાતિઓમાં 45 ટકા જેટલો પોલીસનો ડર હોવાનું જણાવ્યું હતું. જ્યારે હિંદુઓમાં સવર્ણ જાતિઓમાં પોલીસનો ડર 36 ટકા જેટલો હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
જો કે પોલીસના ડરને વ્યક્ત કરનારા વર્ગોમાં ક્રાઈમ રેટ, શિક્ષણનું પ્રમાણ, સામાજીક સ્થિતિ, આર્થિક સ્થિતિ જેવા અન્ય ઘણાં પાસાઓને પણ ચકાસવા જરૂરી છે. આવા પાસાઓના અનુપાતનો પોલીસના વત્તાઓછા ડરના પ્રમાણમાં ખાસ રોલ હોય છે. આ સિવાય જાતિ અને ધર્મનું રાજકારણ પણ પોલીસ પર મોટી અસર કરે છે અને તેના કારણે પણ સંબંધિત સમુદાયોમાં પોલીસના ડરનું પ્રમાણે વધારે કે ઘટાડે છે. ગુનાખોરીમાં ઘટાડો જોવા માટે ઉત્સુકતામાં નાગરીકો પોલીસ પર ભરોસો વ્યક્ત કરી રહ્યા છે. જો પોલીસ સુધારણાને યોગ્ય રીતે તૈયાર કરીને અમલી બનાવવામાં આવે, તો આમા ઘણાં સારા પરિણામ આવી શકે અને પોલીસથી ગુનેગારો ડરશે અને સામાન્ય નાગરીકો તેમને પોતાના મિત્ર તરીકે માનવામાં વધુ દ્રઢતા કેળવશે.