
વોશિંગ્ટન: યુરોપિયન દેશ પોલેન્ડમાં અમેરિકા વધુ હજાર સૈનિકોની તેનાતી કરશે. વ્હાઈટ હાઉસે આ ઘોષણા કરી છે. અમેરિકાનું આ પગલું રશિયા માટે સુરક્ષા ચિંતાઓને વધારે તેવી શક્યતા છે.

વ્હાઈટ હાઉસે બુધવારે એક નિવેદનમાં કહ્યુ છે કે અમેરિકા અને પોલેન્ડે વધુ હજાર સૈનિકોને પોલેન્ડમાં તેનાત કરવાની રૂપરેખા પર સંમતિ વ્યક્ત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાના પોલિશ સમકક્ષ એન્ડ્રેજ ડૂડા સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ઘોષણા કરી હતી કે હજાર અમેરિકન સૈનિકો માટે મૂળભૂત માળખાનું નિર્માણ પોલિશ સરકાર દ્વારા કરવામાં આવશે.ડૂડાએ કહ્યુ છે કે પોલેન્ડમાં વધતી અમેરિકાની સૈન્ય હાજરી રશિયા સાથે સુરક્ષા અને પશ્ચિમ સાથે પોલેન્ડના સંબંધોને મજબૂત કરવા માટે જરૂરી છે.
1999માં નાટોમાં સામેલ થયેલા પોલેન્ડમાં હાલ અંદાજે 4500 અમેરિકન સૈનિકોની તેનાતી છે. તે પોલિશ ધરતી પર એક કાયમી અમેરિકન આર્મી બેઝની પેરવી કરી રહ્યા છે, ત્યાં સુધી કે આના માટે બે અબજ ડોલરની ચુકવણીની પણ પેશકશ કરવામાં આવી છે. ટ્રમ્પે 32 એફ-35 ફાઈટર જેટ્સની ખરીદીના પોલેન્ડના નિર્ણયને મંજૂરી આપી છે.
સુરક્ષા પર જીડીપીના બે ટકાથી વધારે ખર્ચ કરવાની પ્રતિબદ્ધતાની પૂર્તિ માટે ટ્રમ્પે પોલેન્ડના વખાણ કર્યા છે. જેની તેમનું વહીવટી તંત્ર અન્ય નાટો સહયોગીઓ પાસે વારંવાર માગણી કરતું રહ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ સપ્ટેમ્બરમાં પોલેન્ડની મુલાકાત લેવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે.