1. Home
  2. revoinews
  3. ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર આપ્યો જોરદાર ઝટકો
ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર આપ્યો જોરદાર ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર આપ્યો જોરદાર ઝટકો

0
Social Share
  • અમેરિકન એજન્સીઓ ભારતીયને નોકરી પર નહીં રાખી શકે
  • અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને આપી જાણકારી
  • અમારો નિયમ સીધો છે- અમેરિકનને રાખો.- ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર જોરદાર ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એચ 1-બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ હવે અમેરિકાની સરકારી એજન્સીઓ H-1B વીઝાધારકોને નોકરી પર નહીં રાખી શકે અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી દીધી છે. તેઓએ કહ્યું કે, અમારો નિયમ સીધો છે- અમેરિકનને રાખો.

અમેરિકાના શ્રમ મંત્રીએ આ નિર્ણય પર કહ્યું છે કે, એચ 1-બી વિઝાના નામ પર ધોખાધડી રોકવા અને અમેરિકનોનાં હિતોની રક્ષા કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાના શ્રમિકો માટે મદદગાર માનવામાં આવી રહ્યું છે. પણ તેનાથી એ લોકોની ઉમ્મીદોને મોટો ઝટકો લાગ્યો છે કે જેઓ એચ 1-બી વિઝા પર અમેરિકામાં નોકરી કરવાનાં સપનાં જોતાં હતા.

અગાઉ ટ્રમ્પ સરકારે એચ 1-બી વિઝા નિલંબિત કરવાનું એલાન કર્યું હતું. આ વર્ષના અંત સુધી માટે એચ1-બી વિઝા સસ્પેન્ડ કરવાના નિર્ણયને કોરોના સંકટમાં પોતાની નોકરી ગુમાવી ચૂકેલાં અમેરિકી શ્રમિકોનાં હિતમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું હતું.જેથી અમેરિકી શ્રમિકોને નોકરી મળી શકે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code