ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર આપ્યો જોરદાર ઝટકો
- અમેરિકન એજન્સીઓ ભારતીયને નોકરી પર નહીં રાખી શકે
- અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને આપી જાણકારી
- અમારો નિયમ સીધો છે- અમેરિકનને રાખો.- ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર જોરદાર ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એચ 1-બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ હવે અમેરિકાની સરકારી એજન્સીઓ H-1B વીઝાધારકોને નોકરી પર નહીં રાખી શકે અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી દીધી છે. તેઓએ કહ્યું કે, અમારો નિયમ સીધો છે- અમેરિકનને રાખો.
અમેરિકાના શ્રમ મંત્રીએ આ નિર્ણય પર કહ્યું છે કે, એચ 1-બી વિઝાના નામ પર ધોખાધડી રોકવા અને અમેરિકનોનાં હિતોની રક્ષા કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાના શ્રમિકો માટે મદદગાર માનવામાં આવી રહ્યું છે. પણ તેનાથી એ લોકોની ઉમ્મીદોને મોટો ઝટકો લાગ્યો છે કે જેઓ એચ 1-બી વિઝા પર અમેરિકામાં નોકરી કરવાનાં સપનાં જોતાં હતા.
અગાઉ ટ્રમ્પ સરકારે એચ 1-બી વિઝા નિલંબિત કરવાનું એલાન કર્યું હતું. આ વર્ષના અંત સુધી માટે એચ1-બી વિઝા સસ્પેન્ડ કરવાના નિર્ણયને કોરોના સંકટમાં પોતાની નોકરી ગુમાવી ચૂકેલાં અમેરિકી શ્રમિકોનાં હિતમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું હતું.જેથી અમેરિકી શ્રમિકોને નોકરી મળી શકે.
_Devanshi