સામાન્ય રીતે આજકાલ લોકો નકલી પાનકાર્ડથી પૈસા ઉપાડવા કે જમા કરાવવા લાગ્યા છે ત્યારે સરકાર પાસે આ રુપિયાની વિગતવાર માહિતી આવતી નથી. મળતી માહિતી મુજબ જો હવે મોટી સંખ્યામાં બેંકોમાં રિપુયા જમા કરાવવાના હશે તો માત્ર પાનકાર્ડથી કામ નહી ચાલે.
સરકારે હવે નક્કી કર્યું છે કે જો હવે વધુ પૈસા બેંકોમાંથી ઉપાડવા કે જમાં કરાવવાના હોય તો પાનકાર્ડની સાથે સાથે આધાર કાર્ડના માફરત ઈ-કેવાયસી અથવા ઓટીપીની જરુરત પડશે, સરકારે આ પગલું કાળાનાણાંમાં અંકુશ લાવવા અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે ભર્યું છે.
દેશની આર્થિક વ્યવસ્થામાં મોટી સંખ્યામાં જમારાશી કારવવા માટે સરકાકર એક ચોક્કસ પ્રકારની પ્રોસેસ કરવા જઈ રહી છે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ હેતુંનો ફેરફાર નાણાકીય બિલમાં પ્રસ્તાવિક સંશોધનના માધ્યમથી કરવામાં આવશે તેમાં મર્યાદિત સીમા કરતા વધુ ફોરેન એક્સચેન્જ સહિત હાઈ વેલ્યૂ ટ્રાંજેક્શન સામેલ કરવામાં આવશે.અત્યાર સુધી આ પ્રકારના લેન-દેનમાં માત્ર પાનકાર્ડનીજ જરુરત હતી .આ રીતે નિર્ધારિત મુલ્યોથી વધુ સંપતિનું લે-વેચાણ સાથે જોડાયેલા લેવડ-દેવડમાં પણ હવે માત્ર આધાર કાર્ડ કે પાનકાર્ડથી કામ નહી થઈ શકે ,સંપતિના લેવડ-દેવડના સમયે આધાર પ્રમાણીક પુરાવાની જરુર પડશે.
સરકારના સુત્રો પાસેથી મળતી મીહિતી મુંજબ આ પ્રકારના એક ચોક્કસ માળખા પર કામ કરવાની શરુઆત કરવા જઈ રહ્યા છે જેમાં એકથી વધુની લેવડ-દેવડ કરનારાઓને ટ્રેક કરવામાં આવશે. ત્યારે સોક્કસ માળખામાં કેટલી રકમ ઉપાડનાર કે લેનાર માટે આ કાર્યવાહી કરવામાં વશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું .અંદાજે વર્ષભરમાં 25 લાખ કે 30 લાખ જમા કરાવનાર પર આ આધાર કાર્ડ ઓટીપીની જરુરત લાગું પાડી શકશે.
સીબીડિબી આંકડા મુજબ વર્ષ 2017-18માં 100 કરોડથી વધુની રકમ લેનારા કંપની અને લોકોની સંખ્યા 450થી વધુ છે, ત્યારે 10થી 100 કરોડની વચમાં 7000 પાનકાર્ડનું ઉલ્લેખ કરાયો હતો જેમાં 1.5 લાખ રોડ રુપિયાનો ઉપાડ કરવામાં આવ્યો હતો.