- ભારતીય સેનાની આક્રમક કાર્યવાહી
- પીઓકેમાં આતંકી લોન્ચ પેડ તબાહ
- પીઓકેના ચકૌટીમાં સેનાની કાર્યવાહી
- ચકૌટીમાં આતંકી કેમ્પ કરાયો તબાહ
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટેરેરિસ્ટ લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યું છે. પીઓકેમાં લીપા વેલી ખાતે આવેલા પાકિસ્તાની આતંકવાદીઓના કેમ્પને તબાહ કરવામાં આવ્યો છે.
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટેરેરિસ્ટ લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યું છે. પીઓકેમાં લીપા વેલી ખાતે આવેલા પાકિસ્તાની આતંકવાદીઓના કેમ્પને તબાહ કરવામાં આવ્યો છે.
પુલવામા આતંકવાદી હુમલા બાદ બાલકોટ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પર ભારતે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર સોમવારે સવારે જબરદસ્ત સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાન સરકાર અને સેના દ્વારા પ્રોત્સાહીત આતંકી કેમ્પોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સર્જિકલ સ્ટ્રાઈકથી જમ્મુ-કાશ્મીર મામલા પર આતંકી હુમલાની સાજિશ રચી રહેલા પાકિસ્તાનના સત્તાધીશોને મોટો ધક્કો લાગ્યો છે.
પ્રારંભિક તપાસ પ્રમાણે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની લીપા વેલીના ચકૌટીમાં ભારતીય ગુપ્તચર સંસ્થાઓને સતત આતંકી ગતિવિધિઓના ઈનપુટ્સ મળી રહ્યા હતા. તેમા કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી કલમ-370ને હટાવાયા બાદ ઘાંઘા બનેલા પાકિસ્તાને અહીં ઘણાં લોન્ચિંગ પેડ સક્રિય કર્યા છે. તેની મદદથી સીમા પારથી ઘૂસણખોરી કરીને મોટા પ્રમાણમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં આવી હતી. આવા પ્રકારનો એક ઈનપુટ રવિવારે રાત્રે પણ મળ્યું, તેના પછી બાલાકોટ જેવી સર્જિકલ સ્ટ્રાઈકને પાર પાડવામાં વિલંબ કરાયો નહીં.
સૈન્ય સૂત્રો પ્રમાણે, ભારત તરફથી ચકૌટી પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં કવર ફાયર વચ્ચે ભારે તોપો અને હથિયારોથી આતંકીઓના કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે, ભારતની આ સર્જિકલ સ્ટ્રાઈકથી ચકૌટીના આતંકવાદી કેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારતની આ સર્જિકલ સ્ટ્રાઈક બાદ ચકૌટી બજારને બંધ કરવામાં આવ્યું છે. ચકૌટીમાં ઠેરઠેર ધુમાડા ઉઠતા દેખાઈ રહ્યા છે. માનવામાં આવે છે કે આતંકી હુમલાનું સતત ષડયંત્ર રચી રહેલા પાકિસ્તાનને આ સર્જિકલ સ્ટ્રાઈકથી બાલાકોટની જેમ મોટું નુકસાન પહોંચ્યું છે.