1. Home
  2. revoinews
  3. જીએસટીને બાયોમેટ્રીક સિસ્ટમથી જોડવાની તૈયારીમાં સરકાર –છેતરપિંડી સામે ટૂંક સમયમાં લેવાશે આ કડક નિર્ણય
જીએસટીને બાયોમેટ્રીક સિસ્ટમથી જોડવાની તૈયારીમાં સરકાર –છેતરપિંડી સામે ટૂંક સમયમાં લેવાશે આ કડક નિર્ણય

જીએસટીને બાયોમેટ્રીક સિસ્ટમથી જોડવાની તૈયારીમાં સરકાર –છેતરપિંડી સામે ટૂંક સમયમાં લેવાશે આ કડક નિર્ણય

0
Social Share
  • જીએસટીને બાયોમેટ્રીક સિસ્ટમથી જોડવાની તૈયારીમાં સરકાર
  • છેતરપિંડી સામે ટૂંક સમયમાં લેવાશે આ કડક નિર્ણય

હવે કેન્દ્ર સરકાર જીએસટી નોંધણીમાં થતી છેતરપિંડીને અટકાવવા સખ્ત બની છે, સરકાર હવે આવા લોકો પ્રત્યે કટક નિર્ણય લેવા જઈ રહી છએ જે નુજબ જે લોકો પાસે આધાર ઓળખ નંબર ન હોય તેવા વેપારીઓની નવી વસ્તુંઓ અને સેવાઓનું જીએસટી નોંધણી તાત્કાલિક ઉપલબ્ધ થશે નહીં.

આ બાબતે હવે એક મજબૂત પેનલ જીએસટી નોંધણીને બાયોમેટ્રિક સિસ્ટમ સાથે જોડવાનો વિચાર કરી રહી છે.જેમાં નોંધણીના સમયે આધાર જેવી બાયોમેટ્રિક માહિતીના આધારે જીવંત ફોટા દ્વારા જીએસટી નોંધણીની વ્યવસ્થા હશે.

આધારકાર્ડ જેવી પ્રકિયા કરવામાં આવશે

અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે,  જીએસટી પરિસદની કાયદા સમિતિએ સલાહ આપી છે કે, જીએસટી આવેદક હવે આધાર જેવી પ્રક્રિયાનું પાલન કરશે, જે અંર્તગત પંજીકરણને લાઈવ ફોટો, બાયોમેટ્રીકનો ઉપયોગ અને દસ્તાવેજો સાથે ઓનલાઈન કરવામાં આવી શકશે

આ પ્રકારની સુવિધાઓ બાયોમેટ્રિક વિગતો સાથે નોંધણી, જીએસટી સેવા કેન્દ્રો , જેમ કે બેંકો, પોસ્ટ ઓsફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રો અથવા આધાર સેવા કેન્દ્રો પર પ્રદાન કરવામાં આવી શકે છે, એક અધિકારીએ જણાવ્યું હતું. જી.એસ.કે. પાસપોર્ટ સેવા કેન્દ્રોની તરાહ પર કામ કરશે. જેથી બનાવટી નોંધણી પર જરૂરી તપાસ કરાવી શકાય.

આ સમગ્ર પ્રક્રિયા જીએસટી સંબંઘિત છેતરપિંડીને અટકાવવા માટે વિચાર કરવામાં આવી રહી છે,એક અધિકારીએ જણાવ્યું ચે ,વાર્ષિત રીતે 18 થી 19 લાખ પંજીકરણ કરવામાં આવે છે જો કે વર્ષના અંતે 30 ટકા જ રહે છે. અંદાજે 13 લાખ જેટલા જીએસટી પંજીકરણ અકમો ગાયમ થયા છે. તેમાંના મોટાભાગના ફ્લાય-બાય-નાઇટ ઓપરેટર્સ છે. તેઓ બનાવટી કંપનીઓ બનાવે છે. હકીકતમાં તેઓ માલ અને સેવાઓના સપ્લાય વિના ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો દાવો કરે છે.

સમિતિ દ્રારા બે દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જ્યારે સરકાર દ્રારા જીએસટી ખેતરપિંડી સામે દેશવ્યાપી કાર્યવાહી શરુ કરી, અત્યાર સુધી આ સંબંધિત 48 લકોની ઘરપકડ કરવામાં આવી ચૂકી છે. ત્યારે હવે જીએસટી પંજીકરણને લઈને આવનારા દિવસોમાં સરકાર સખ્ત બને તો નવાઈની વાત નહી હોય.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code