1. Home
  2. revoinews
  3. ચલણના ડરથી યુવતી રસ્તા પર રડવા લાગી અને પછી આપી સ્યૂસાઈડની ધમકી…..જાણો પછી શું થયુ
ચલણના ડરથી યુવતી રસ્તા પર રડવા લાગી અને પછી આપી સ્યૂસાઈડની ધમકી…..જાણો પછી શું થયુ

ચલણના ડરથી યુવતી રસ્તા પર રડવા લાગી અને પછી આપી સ્યૂસાઈડની ધમકી…..જાણો પછી શું થયુ

0
Social Share
  • ચલણના ડરથી યૂવતીની પોલીસને આત્મ હત્યાની ધમકી
  • રસ્તા પર સર્જાયો ફિલ્મી ડ્રામા
  • યૂવતી મોટે મોટેથી રડવા લાગી
  • હેલમેટને ગુસ્સામાં રસ્તા પર ફેંકી દીધુ
  • જનતામાં વધી રહ્યો છે ચલણનો ડર
  • ચલણના ડરથી માનસિક તણાવ
  • લોકોમાં ફેલાયો દંડનો ભય
  • ચલણ અને ભય વચ્ચે આજે નાગરીકની હાલત કફોડી

નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતા જ યૂવા વર્ગ દંડ ભરવામાંથી છૂટકારો મેળવવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે તે ઉપરાંત વગર હેલમેટે વાહન ચલાવતા લોકો પોલીસને ચકમો આપીને પોલીસની આંખો સામેથી જ નીકળી જતા હોય છે,પોલીસ જોતી રહી જાય છે,કેટલીક વખત તો પાલીસ પીછો પણ કરે છે પણ મોટા ભાગે કોઈ વાહન ચાલક હાથમાં આવતો નથી ,ભાગવામાં સફળ જ રહે છે, અને ઉપરથી રસ્તા પર જાણે ચોર પોલીસ જેવા દ્રશ્યો સર્જાય છે.

દેશની રાજધાની દિલ્હીમાંથી પણ આજ પ્રકારનો એક કીસ્સો સામે આવ્યો છે,જ્યા એક સ્કૂટી સવાર યુવતી પોલીસના હાથે ઝડપાઈ છે,તે નહોતી ઈચ્છતી કે તેણે ચલણ ભરવું પડે ,તે શું, કોઈ પણ ન જ ઈચ્છતું હોય કે પોતાના ખિસ્સામાંથી 500 રુપિયા ઓછા થાય,ઉલ્લેખનીય છે કે 1લી સપ્ટેમ્બરથી દેશભરમાં મોટર વ્હિકલ એક્ટ અમલમાં આવતાજ દંડની રકમમાં ભારે વધોરો થયો છે.

શનિવારની સવારે દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે પોલીસે વાહન ચેકિંગ અભિયાન દરમિયાન એક સ્કૂટી સવાર યુવતીને અટકાવી હતી,ત્યારે યુવતીએ હંગામો મચાવ્યો હતો, પાલીસે  યૂવતીને નંબર પ્લેટ તુટેલી હોવાથી રોકી હતી,એટલું જ નહી પરંતુ  યુવતી સ્કૂટી ચલાવતા સમયે મોબાઈલ ફોન પર પણ વાત કરી રહી હતી,પોલીસે સ્કૂટી રોકતા જેવી ચલણ કાપવાની વાત કરી કે યુવતીએ ધમપછાડા ચાલું કર્યો, એટલામાં યુવતી અટકી નહી, તેણે પોલીસને આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી હતી,તે ઉપરાંત તેણે તેનું હેલમેટ જોરથી રસ્તા પર ફેંકી દીધુ અને જોર જોરથી રડવાનું શરુ કર્યું, આ ફિલ્મી ડ્રામા 20 મિનિટ સુધી ચાલ્યો ત્યાર બાદ ના છૂટકે પોલીસે તે યુવતીને રવાના કરવી પડી.

ત્યારે આ ચલણથી બચાવાની બીજી એક ઘટના બિહારના પટનામાં શેખાપુરા વિસ્તારમાં જોવા મળી હતી,જેમાં બે મિત્રો વગર હેલમેટે બાઈક પર સવાર હતા અને સામે પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક મિત્ર બાઈક પરથી ઉતરી ગયો અને રસ્તા વચ્ચે બાઈક રોકી દીધી હતી,તેમાંથી એક યુવક રસ્તા પર ગાડીનું હેન્ડલ પકડીને ચાલવા લાગ્યો અને બીજો યૂવક બાઈકને પાછળથી ધક્કો મારતો હતો આમ કરીને  બન્ને યુવક ચલાવતા ગાડી ચાલતા ચલાવતા ચેકિંગ પોઈન્ટ સુધી પહોચ્યા.

આ જોઈને જ્યારે ટ્રાફીક પોલીસે બન્નેને હેલમેટ વિશે પુછ્યૂં તો તે યૂવકે જવાબ આપ્યો કે “ગાડી બગડી ગઈ છે તેને બનાવવા માટે લઈએ જઈએ છીએ”,યૂવકોનું એમ કહેવું હતું કે, ‘સાહેબ અમે જ્યારે બાઈક ચલાવતા જ નથી તો હેલમેટની શું જરુર છે’, આ વાતને લઈને પોલીસ અને તે બન્ને યૂવકો વચ્ચે કેટલીક વાર સુધી માથાકૂટ ચાલી,જો કે યૂવકો પાસે ગાડીના ડોક્યૂમેન્ટ્સ પુરતા હોવાથી પોલીસે તેને છોડવાની ફરજ પડી,થોડી વાર પછી તે બન્ને યૂવક આગળ જઈને ગાડીને કીક મારીને હસતા હસતા ગાડી પર જ ત્યાથી પસાર થઈ ગયા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code