1. Home
  2. revoinews
  3. રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વચ્ચે સુરક્ષા અને સતર્કતા સાથે શરુ થશે મેટ્રો સેવા-યાત્રીઓએ કરવું પડશે અનેક નિયમોનું પાલન
રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વચ્ચે સુરક્ષા અને સતર્કતા સાથે શરુ થશે મેટ્રો સેવા-યાત્રીઓએ કરવું પડશે અનેક નિયમોનું પાલન

રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વચ્ચે સુરક્ષા અને સતર્કતા સાથે શરુ થશે મેટ્રો સેવા-યાત્રીઓએ કરવું પડશે અનેક નિયમોનું પાલન

0
Social Share
  • દિલ્હીમાં મેટ્રો શરુ થવાની તૈયારીમાં
  • મુસાફરોએ અનેક બાબતે ધ્યાન રાખવું પડશે
  • કોરોનામાં મેટ્રોની વધશે રફ્તાર

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી છે ત્યારે ઘીમે-ઘીમે દેશની ગતિવિધિઓ હવે સામાન્ય થતી જોવા મળી રહી છે, અનેક સુવિધાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી છે, લોકડાઉન બાદ અનલોક 4મા સરકાર દ્વારા ઘણી છૂટછાટ અપાઈ ચૂકી છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રો પોતાની રફતાર પકડશે.

અનલોક 4 અંતર્ગત સરકારએ મેટ્રોને શરુ કરવાની પરવાનગી આપી દીધી છે, આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પણ હવે મેટ્રો પહેલાની જેમ પાટ પર દોડતી જોવા મળશે , આનવારી 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ શરુ થવા જઈ રહી છે ત્યારે યાત્રીઓ એ ખાસ ધ્યાન આપવાની અનિવાર્યતા છે, કોરોનાના કારણે તમામ મુસાફરોએ અનેક નિયમોનું ચોક્કસપણે પોલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે જ્યારે દેશમાં કોરોના વાયરસ નહોતો ત્યારે સમગ્ર જનજીવન તદ્દન સામાન્ય જોવા મળતું હતુ પરંતુ છેલ્લા 6 મહિનાથી સામાન્ય જીવનમાં ઘણો ફેરફાર આવી ચૂક્યો છે, સરકારે મેટ્રો શરુ કરતા એસઓપી અને ગાઈડલાઈન રજુ કરી છે.

મુસાફરી દરમિયાન આ નિયમોનું કરવું પડશે પાલન

  • દરેક યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે
  • માસ્ક વગર સ્ટેળમાં પ્રવેશ નહી આપવામાં આવે
  • જેને કોરોનાના લક્ષણ નહી હોય તે લોકો જ મુસાફરી કરી શકશે
  • તપાસ દરમિયાન કોરોનાના લક્ષણો જણાતા પાસેની હોસ્પિટલમાં મોકલવામાં આવશે
  • મેટ્રો માટે માત્ર સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરાશે અને આ કાર્ડ કેશલેસ રીતે રિચાર્જ કરવામાં આવશે
  • આરોગ્ય સેતુ એપ્સના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે
  • ખુબ જ ઓછા લગેજ સાથે યાત્રીઓ મુસાફરી કરી શકશે
  • કન્ટેનમેન્ટ જોનમાં મેટ્રો બંધ જ રહેશે
  • દરેક પ્રેવશદ્રવાર પર સેનેચટાઈઝર રાખવામાં આવશે
  • પ્લેટફોર્મ પર ભીડ કરવામાં નહી આવે,. જો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન નથતું જોવા મળે તો પગલા લેવામાં આવશે

આવનારી 7 સપ્ટેમ્બરથી સામાન્ય લોકો માટે દિલ્હીમાં મેટ્રો સેવા ફરી શરૂ કરવામાં આવનાર છે. આ દરમિયાન તબક્કાવાર રીતે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે અને ધીરે-ધીરે મેટ્રોની તમામ લાઈનો ચાલુ કરવામાં આવશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code