1. Home
  2. revoinews
  3. EMIનો ભાર થશે દુરઃમંદી વચ્ચે કેન્દ્ર સરકાર આપશે છૂટ
EMIનો ભાર થશે દુરઃમંદી વચ્ચે કેન્દ્ર સરકાર આપશે છૂટ

EMIનો ભાર થશે દુરઃમંદી વચ્ચે કેન્દ્ર સરકાર આપશે છૂટ

0
Social Share

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે  સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેક્સને લઈને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ એવું છે નહી,કેમ કે અમે ટેક્સ અને લેબર કાયદાઓમાં સતત સુધારો કરી રહ્યા છે,ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ સક્રીય કરવામાં આવશે, અને ટેક્સ માટે કોઈ પણ વ્યક્તિને હેરાન કરવામાં નહી આવે.

નાણાં મંત્રીએ શુક્રવારના રોજ મંદીથી લઈને ભારતની પ્રણાલી સુધી કેન્દ્ર સરકારની નવી નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો,પ્રેસ કોન્ફોરન્સમાં નિર્મલા સીતારમણે મંદી ઉપર બોલતા કહ્યું છે કે વિશ્વના બાકીના દેશો પણ મંદીની ઝપેટમાં છે,વિશ્વની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થતા ખુબ સારી હાલતમાં જોવા મળે છે.વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે,અમેરીકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરના કારણે મંદીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.આ ઉપરાંત નાણા મંત્રીએ કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

————-વેપાર કરવામાં સરળતા રહેશે———–

નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે સરકાર ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઑફ લિવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

———-મૂડી લાભ પર કોઈ સરચાર્જ નહીં————

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મૂડી બજારમાં રોકાણ વધારવા માટે મૂડી લાભ ઉપર સરચાર્જ પાછો ખેંચવામાં આવશે. નિર્મલા સીતારામને કહ્યું કે એફપીઆઈ પર વૃદ્ધિ સરચાર્જ, એક્વિટીમાં સ્થાનિક રોકાણકારોને સહુલત પૂરી પાડવામાં આવશે. વિદેશી પોર્ટફોલિયોના ઈન્વેસ્ટમેન્ટમાં પર સરચાર્જ લેવામાં આવશે નહીં. શેર બજારમાં મૂડી લાભ પર સરચાર્જ લેવામાં આવશે નહીં.

—ઓક્ટબર મહિનાથી કેન્દ્રીય સિસ્ટમથી નોટિસ મોકલવામાં આવશે—

નાણાં મંત્રી કહ્યું કે આ વર્ષે વિજય દશમીના અવસર પર કેશલેસ સ્ક્રૂટનીનો પ્રારંભ કરવામાં આવશે,આ હેઠળ કોઈપણ મહત્વકાંક્ષી અધિકારી કોઈપણ વેપારીને હેરાન નહી કરી શકે,તેમણે વધુમાં કહ્યું કે હવે કોઈપણ વ્યક્તિને હેરાન કરવામાં આવશે નહી કારણ કે હવે તમામ પ્રક્રિયા કેશલેસ હશે અને જુદી જુદી રીતે કરી શકાશે.

——– CSRનું ઉલ્લંધન કરવું ગુનો સાબિત નહી થાય——

નાણા મંત્રીએ કહ્યું કે કોર્પોરેટ્સની સામાજિક જવાબદારીનું ઉલ્લંધન હવે દંડપાત્ર અપરાધ નહી ગણાય, સાથે વિદેશી પોર્ટકોલિયો રોકાણકારો પર વધારવામાં આવેલા ટેક્સને પણ હટાવવામાં આવશે,આ ઉપરાંત સરકારે સ્ટાર્ટઅપ અને તેના રોકાણકારો માટે એંજેલ ટેક્સની જોગવાઈ પણ પાછી ખેંચવામાં આવશે.

—-સરકારે વિવાદસ્પદ એપીઆઈ ટેક્સ પાછો ખેચ્યો——-

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને બજેટમાં જાહેર કરેલા વિવાદિત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પર સરચાર્જ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. નિર્મલા સીતારામણે કહ્યું કે ફાઇનાન્સ એક્ટ, 2019 અંતર્ગત લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ પર વસૂલવામાં આવેલા સરચાર્જ પાછા ખેંચી લેવામાં આવશે.

——-હોમલૉન માટે EMI ઓછુ કરવામાં આવશે——

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોએ દરેક દેવેદારોને લાભ આપવા માટે MCLR કટૌતીના માધ્યમથી કોઈ પણ દરમાં કટૌતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રેપો રેટને સીધા જ વ્યાજ દર સાથે જોડીને હાઉસિંગ લોન, વાહનો અને અન્ય છૂટક લોન માટેના ઇએમઆઈ ઘટાડાશે.

——30 દિવસમાં GST રિફંડ——

એસટી ફાઇલ કરનાર માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને 30 દિવસની અંદર તેમનો જીએસટી રિફંડ આપી દેવામાં આવશે. તમામ જીએસટી રિફંડ 60 દિવસ અંદર ભરવાનો રહેશે. યુકે સિંહા કમિટીની ભલામણ મુજબ ક્રેડિટ, માર્કેટિંગ, ટેક્નોલૉજી અને પેમેન્ટ ચુકવણી 30 દિવસમાં થવી જોઈએ. સરકાર જીએસટી રિફંડ પ્રક્રિયા સાથે સંકળાયેલી સમસ્યાઓ અને ખામીઓને શોધવામાં વ્યસ્ત છે જેથી વહેલી તકે તેનું નિરાકરણ લાવી શકે અને તે જનતાના હીતમાં છે.

——- સંપત્તિ નિર્માતાઓનું સરકાર દ્વારા સન્માન કરાશે ——–

નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સંપત્તિ નિર્માતાઓનો આદર કરે છે અને તેમને નુકસાન થાય તેવી ઉતાવળમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કરદાતાઓ સાથે વ્યવહાર કરવા માટે જોખમ આધારિત અભિગમ અપનાવવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે કંપની અધિનિયમ હેઠળ 14,000 કોર્ટ કેસને પાછા ખેંચ્યા છે.

—-સરકારના જન્ડામાં સુધારાઓ સૌથા પહેલા ——-

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકારે 2014 પછી પોતાના એજન્ડામાં રિફોર્મને સૌથી પર રાખ્યું છે. અમે રિફોર્મની ગતિ બનાવી રાખતા છીએ પછી તે સેલ્ફ સર્ટિફિકેશનથી સંબધિત હોય.

—–બેંક સેક્ટર માટે 70,000 કરોડ——–

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકો માટે રૂ. 70,000 કરોડની એડવાન્સ ચુકવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં બેંકોને નવી લોન આપવામાં કોઈ પરેશાની રહેશે નહીં. સીતારમણે કહ્યું કે બેંકોએ એમસીએલઆર દ્વારા ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડાનો લાભ વિસ્તારવાનો નિર્ણય લીધો છે. બેંકોએ રેપો રેટ સાથે જોડાયેલા દેવા ઉત્પાદનો રજૂ કર્યા છે, જેથી મુખ્ય વ્યાજના દરોમાં ઘટાડો કરાયેલી સેન્ટ્રલ બેંકનો લાભ ગ્રાહકો સુધી પહોંચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code