પોતે ભૂતપૂર્વ રમતવીર હોવાથી તેમને મેડલ મળ્યું ન હતું.
42 વર્ષની વયે રમત જગતમાં ડંકો વગાડ્યો
50 વર્ષીય મહાદેવે એથલેટિક્સમાં પરત ફરવાનું નક્કી કર્યું
ફિટનેસ પર ખુબ મહેનત કરી
સીનિયર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ શાનદાર દેખાવો
16 ગોલ્ડ, 16 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા
જો કોઈ આપણું અપમાન કરે તો સ્વાભાવિક છે આપણે પણ તેનું અપમાન જ કરી શું આ વાત બરાબર છે, પરંતુ અહિ ક વા વ્યક્તિની વાત કરી શું જેણે પોતોના અપમાનને પોતાની જીદ બનાવીને જીત હાસિંલ કરી.અને અપમાનને સફળતામાં ફેરવી નાખી.
આ વાત છે ઉત્તર પ્રદેશના એથલીટ મહાદેવ પ્રજાપતિની, ભદોહીના મહાદેવના જીવનમાં એવી પરિસ્થિતી સર્જાય હતી કે તેમણે એથલેટિક્સ છોડી દીધું હતું. તે પછી 2011માં એક સમારોહ વખતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખેલાડીઓનું સમ્માન કરી રહ્યા હતા. પરંતુ ડીએમે મહાદેવનું સમ્માન કરવાની ના પાડી દીધી કારણકે તે એથલીટ જેવો જરા પણ દેખાતો ન હતો કારણ કે તેણે ધોતી અને કુર્તો પહેર્યા હતા તેનો ડ્રેસ જોઈને ડીએમે તેને પમાનીત કર્યો હતો અને પુછ્યુ હતું કે તારે કી પુત્ર છે, ડીએમની વાતથી મહાદેવને ખોટું લાગ્યું. તેણે 42 વર્ષની ઉંમરે પરત ફરવાનું મન બનાવી લીધું ત્યારે તે હાલ 50 વર્ષનો છે અને તેમણે ઘણા મેડલ્સ પણ જીત્યા છે
આ અંગે મહાદેવ પ્રજાપતિ જણાવે છે કે એક સમય વો હતો જ્યારે મને ડીએમએ મેડલ પહેરાવાથી ઈનકાર કર્યો હતો તેનું કારણ માત્ર એટલું હતુ કે હું પહેલા રમતવીર હતો ને હવે નથી જે વાતથી મને ખુબ જ દુખ થયું હતુ અને મે મનોમન નક્કી કર્યું હતું કે હું ફરીથી રમતમાં જંપલાવીશ. ત્યાર બાદ મેં મારી ફિટનેસ પર ધ્યાન પવાનું શરુ કર્યું ને ખુબ જ મહેનત કરી 4 જૂન 2012ના રોજ બેંગ્લુરુ ખાતે જેવલિન અને 100 મીટર રિલે રેસમાં ભાગ લઈને હું ગોલ્ડ જીત્યો હતો અને મે મારી જાતને સાબિત કરી બતાવી હતી.
પોતાના પમાનનો બદલો તો મહાદેવે લીધઓ જ પણ પોતોની જીતને મેળવીને, મહાદેવે સીનિયર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 16 ગોલ્ડ, 16 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેણે 2013માં શ્રીલંકા, 2014માં જિયા ગામા , 2015માં ઓસ્ટ્રેલિયા, 2017માં ન્યૂઝીલેન્ડ અને મલેશિયામાં જઈને ચેમ્પિયનશિપમાં ભાગ પણ લીધો હતો ઉપરાંત તેમણે નેશનલ્સમાં 8 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ત્યારે વર્ષ 2019 6 જુલાઈથી 11 જુલાઈ વખતે માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ અને ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ ભારતને અપાવ્યું છે. હવે મહાદેવની જીતની લાઈન ગળથી આગળ જ વધી રહી છે ત્યારે ફરી તે હવે ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવાની તૈયારીઓમાં લાગી ગયા છે.
મહાદેવ ખેડૂત
છે તેઓ ખેતી કરીને પોતાના ઘરનું ગુજારન કરે છે. તે ઓ જે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લે છે
તેમાં માત્ર મૅડલ જ આપાવામાં આવતું હોય છે ,કેશ કે પછી પૈસાનો ચેક ક રોકડા રુપિયા
ક્યારેય રમતમાં તેમને મળતા નથી જેના કારણે
વિદેશમાં રમવા માટે ક્રાઉડ ફંડિંગ કરાવી પડે છે.
ત્યારે હાલ સિંગાપુરમાં ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટિક્સ માટે મુખ્યમંત્રી આદિત્યનાથને લેટર લખીને તેઓ એ મદદની માંગ કરી છે પરંતુ તેમને માટે કોઈ જ મદદ મળી નથી છતા પણ તેઓ હિમ્મત ન હારતા અનેક લોકો પાસે મદદ માંગીને સિંગાપુર જવામાટે રવાના થયા હતા. મહાદેવ કહે છે કે માટે કોઈપણ પ્રકારના ઈનામમાં પૈસા મળતા નથી માત્ર મેડલ મળે છે.
આમ કહી શકાય કે જજ્બાને કોઈ ઉમર હોતી નથી, જો મહેનત અને લગન હોઈ તો કોઈ પણ ઉમંરે નવી શરુઆત કરી શકાય છે આ વાત મહાદેવ પ્રજાપતિએ સાબિત કરી બતાવી છે આટલી ઉમરે રમત ગમત જગતમાં પાછા ફરીને ભારત દેશનું નામ રોશન કર્યું છે નેક આર્થિક પરિસ્થિતી સામે લડીને પણ તેઓ હાલ અહિ સુધી પહોચ્યો છે.