- દેશને ક્યારે મળશે કોરોનાની વેક્સિન
- એઈમ્સના ડોક્ટરે આપ્યો જવાબ
- ભારતમાં બે ત્રણ તબક્કામાં વેક્સિનનું પરિક્ષણ ચાલુ છે
- જાન્યુઆરીમાં કોરોના વાયરસની વેક્સિન આવી શકે છે
- સામાન્ય સ્થિતિ થતા 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે
આજ રોજ ગાંધી જ્યંતિના દિવસે હેલ્થગીગી એવોર્ડસ કાર્યક્રમનું એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના કોરોના વોરિયર્સને સમ્માનિત કરવામાં આવ્યા હતા ,આ કાર્યક્રમમાં એઈમ્સના જાણીતા ડોક્ટર ગુલેરીયાએ કોરોના વાયરસની વેક્સિન બાબતેના સવાલના જવાબો આપ્યા હતા.
ભારતને ક્યારે મળશે કોરોના વેક્સિન
ડોક્ટર ગુલેરિયાને પૂછવામાં આવ્યું હતું કે, ભારતમાં લોકોને કોરોના વાયરસની વેક્સિન ક્યારે આપવાનું શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં તેમણે કહ્યું, કે વેક્સિન ક્યારે આવશે તે અંગે કઈ પણ હકેવું હજી મુશ્કેલ છે, પરંતુ ભારતમાં તમામ તબક્કામાં બે-ત્રણ ટ્રાયલ થઈ રહ્યા છે, તેમાં બે-ત્રણ પરિણામો બહાર આવ્યા છે. પરિણામો અને ફોલોઅપમાં આ વેક્સિન સલામત હોવાનું સાબિત થયું છે. આ વેક્સિનની વધુ આડઅસરો જોવા મળી નથી. આ વેક્સિન અસરકારક છે અને તેનો ઉપયોગ કરવાથી તમને સુરક્ષા મળે છે.
વેક્સિન બાબતે બધુ ઠીક રહેશે તો જાન્યુઆરીમાં મળી શકે છે વેક્સિન
ડોક્ટર ગુલેરિયાએ આ બાબતે જવાબ આપતા કહ્યું કે, વેક્સિન લગાવવાથી શરીરમાં એન્ટિબોડીઝ બને છે, પરંતુ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા આ એન્ટિબોડીઝ કેટલા પ્રમાણે કાર્યરત થાય છે તેની ખાતરી કર્યા પછી જ વેક્સિનની દિશામાં કામ આગળ વધારી શકાશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વેક્સિનના ડોઝ પર હજી કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું હતું કે, જો બધું બરાબર જોવા મળશે તો આવતા વર્ષેના જાન્યુઆરી મહિના સુધીમાં લોકો માટે કોરોના વેક્સિન માર્કેટમાં આવી જશે.
દેશમાં ક્યારે થશે પહેલા જેવી સામાન્ય સ્થિતિ
ડો.ગુલેરિયાએ કહ્યું કે મોટાભાગના લોકોના મનમાં સવાલ છે કે આપણે પહેલાની જેમ સામાન્ય જીનવની સ્થિતિમાં ક્યારે પહોંચી શકીશું, સંક્રમણના જોખમ વિના આપણે સામાન્ય રીતે ડર વગર કામ ક્યારે કરી શકીશું.તેમણે કહ્યું કે, આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં, પરિસ્થિતિ થોડી સામાન્ય થતી જોવા મળી શકે છે, પરંતુ સંપૂર્ણ રાહત મળતા સુધી તો બે વર્ષ જેટલો સમય લાગવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
સાહીન-