- આતંકીઓના ઈરાદા પણ પાણી ફરી વળ્યું
- સ્પેશિયલ સેલે બે આતંકીઓની ઘધરપકડ કરી
- જૈશ-એ મહમ્મદના બે આતંકીઓને હથિયાર સાથે પોસીલે ઝડપી પાડ્યા
દિલ્હી- : રાજધાની દિલ્હીમાં પોલીસના સ્પેશિયલ સેલે એક મોટા કાવતરાને નાકામ કર્યું છે,દિલ્હીમાં આતંક ફેલાવવાના કાવતરાને પોસીલે નિષ્ફળ બનાવી આતંકીઓની નાપાક હરકત પર પાણી ફેરવી દીઘુ છે,આ સાથે જ પોલીસે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાની માહિતી મળી આવી છે જેઓ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે.
ઘરપકડ કરવામાં આવેલા બન્ને આતંકીઓ પાસેથી 10 જીવંત કારતુસ સાથે બે ઓટોમેટિક અર્ધ-સ્વચાલિત પિસ્તોલ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને આતંકીઓ દિલ્હીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં હતા તેઓ એક મોટા કાવતરાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ દિલ્હીમાં વિસ્ફોટ કરવા માંગતા હતા.
જૈશ-એ મહમ્મબના બે આતંકીઓની થઈ ઘરપકડ
દિલ્હીને મળેલી બાતમીના આધારે પોલીસે આ આતંકીઓને પકડવા ઓપરેશન હાથ ઘર્યું હતું તેના સફળ પ્રયત્ન રુપે સોમવારની રાત્રે 10 વાગ્યાની આસપાસ જૈશ-એ-મોહમ્મદના આ બંને આતંકીઓને સરાઇ કાલે ખાનના મિલેનિયમ પાર્ક નજીકથી ઘરપકડ કરવામાં આવી હતી.આ આતંકીઓ પાસેથી શસ્ત્રો મળી આવ્યા છે ધરપકડ કરવામાં આવેલા આતંકીઓની ઓળખ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરનો રહેવાસી અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હાટ મુલ્લા ગામનો રહેવાસી અશરફ ખટાના તરીકે થઈ છે.
દિલ્હીમાં આતંક મચાવવાનો હતો પ્લાનિંગ
આ આતંકીઓના નિશાના પર અનેક વીઆઈપી લોકો હતા. બંને આતંકીઓની ઇમર માત્ર 20-22 વર્ષની વચ્ચે છે, જેઓ સરાઈ કાલે ખાનમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનું કાવતરુ દિલ્હી-એનસીઆરને હચમચાવાનું હતું. કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનને કારણે આતંકવાદીઓએ તેમને દિલ્હી મોકલ્યા હતા. ઘણાં વીઆઇપી તેમના નિશાના પર હતા
સાહીન-