તારક મહેતાનું પાત્ર દયાબેન હવે બિગબોસના શો માં જોવા મળશે

  • દયાબેનને બિગ બૉસ તરફથી મળી ઑફર
  • બીગ બોસ 14 માં જોવા મળશે દયાબેન
  • દિશા વાકાણીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી

મુંબઈ: ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ખુબ જ લોકપ્રિય શો છે. પ્રેક્ષકોને આ શો ખુબ જ જોવો ગમે છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણીએ આ શો છોડી દીઘો છે. આ ઉપરાંત અંજલિ મહેતા એટલે કે નેહા મહેતાએ પણ આ શો છોડી દીધો છે. સાથે જ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવતા કલાકારે પણ આ શોને અલવિદા કહી દીધું છે. હવે તેના સ્થાને નવા પાત્ર જોવા મળી રહ્યા છે. આ શોમાં દયાબેન વાપસી કરશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી પરંતુ તેમ થયું નથી.

હવે સમાચાર આવી રહ્યા છે કે દિશા વાકાણી એટલે કે દયાબેન સલમાન ખાનના શો બિગ બોસની 14મી સિઝનમાં જોવા મળશે. બિગ બોસના મેકર્સે આ માટે તેને તગડી રકમની ઓફર કરી છે. હવે દિશા વાકાણીએ નિર્ણય લેવાનો છે. બિગ બોસની તૈયારી થઈ ગઈ છે અને આવતા મહિને તેનો પ્રારંભ થનારો છે.

બિગ બોસના મેકર્સે આગામી સિઝન માટે ટીવીના લોકપ્રિય કલાકારોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં નિયા શર્મા, જાસ્મિન પરીખ, વિવિયન ડીસેના, આકાંક્ષા પૂરી, નૈના સિંહ જેવા કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ તમામમાં દયાબેનનું નામ સૌથી આગળ છે. જોકે દિશા વાકાણીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે દયાબેન આ અંગે શું કહે છે..

_Devanshi

RELATED ARTICLES
- Advertisment -

Most Popular