- માથાનો દુખાવો એક સામાન્ય બીમારી છે
- અતિશય થાક, તણાવ એ માથાના દુખાવાના કારણો
- માથાના દુખાવાની દવા લેવાથી થાય છે આડઅસર
માથાનો દુખાવો એ એક સામાન્ય બીમારી છે. જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. અતિશય થાક, તણાવ, ગેજેટ્સનો સતત ઉપયોગ વગેરેને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ માથાનો દુખાવો થાય છે.એવામાં તમારું માથું આખો દિવસ ભારે રહે છે.તેવામાં, આપણે ધણા પ્રકારની દવાઓ પણ લઈએ છીએ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે માથાના દુખાવાની દવા લેવાથી ઘણી આડઅસર પણ થાય છે. જો તમે ઇચ્છો તો, તમે ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો. આ તમને માથાના દુખાવાની સમસ્યાથી રાહત આપી શકે છે.
હીટિંગ પેડ
જો તમને તણાવના કારણે માથાનો દુખાવો થાય છે તો હીટિંગ પેડ અસરકારક સાબિત થઈ શકે છે.
તુલસીનું પાન
ઘણા લોકોની ટેવ હોય છે કે માથાનો દુખાવો થવા પર ચા પીવાનું પસંદ કરે છે. એવામાં તમે ઈચ્છો તો તુલસીનો ઉકાળો પી શકો છો. આ માટે એક કપ પાણીમાં તુલસીના થોડા પાન નાખી ઉકાળી લો. તે પછી તેને ગાળીને તેનું સેવન કરો.
મીઠા સાથે ખાઓ સફરજન
સફરજનને કાપીને તેને મીઠાની સાથે ખાવાથી તમે માથાનો દુખાવો જેવી સમસ્યાથી છૂટકારો મળશે.
આદુ
એક શોધ મુજબ આદુનું નિયમિત સેવન કરવાથી માથાનો દુખાવો, માઇગ્રેનની સમસ્યામાં રાહત મળે છે. આ માટે તમે ઈચ્છો તો ચા માં આદુ નાખી પી શકો છો. આ સિવાય 2 ચમચી આદુ પાઉડરમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને કપાળ પર લગાવો. થોડા જ સમયમાં માથાના દુખાવામાંથી રાહત મળશે.
દાલચીની
દાલચીની એ એક ચમત્કારિક મસાલો છે જેનો ઉપયોગ માથાના દુખાવાની સારવાર માટે થઈ શકે છે. આ માટે દાલચીનીના થોડા ટુકડા કરી પીસી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને ઘાટું પેસ્ટ બનાવો. આ પછી તેને તમારા કપાળ પર સારી રીતે લગાવી 30 મિનિટ માટે છોડી દો. પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો.
લવિંગ
લવિંગનો ઉપયોગ કરીને તમે માથાના દુખાવાની સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. બાઉલમાં 2 ટીપાં લવિંગ તેલ, નાળિયેર તેલ અને થોડું મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેનાથી તમારા માથા અને કપાળને હળવા હાથથી મસાજ કરો.
એક્યુપ્રેશર પોઇન્ટ
માથાના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે બંને હાથના અંગૂઠા અને આંગળીની વચ્ચે હળવા હાથથી મસાજ કરો. તમને થોડી વારમાં આરામ મળશે.
_Devanshi