1. Home
  2. Tag "Regional news"

ગુજરાતના આ મંદિરનું સમાજ માટે દ્રષ્ટાંતરૂપ સત્કાર્ય: ભગવાનને ધરાવેલા સફરજનોને કોવિડ-19ના દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચશે

કાલુપુર સ્વામિનારાયણ મંદિરે સતકાર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું મંદિરમાં ભોગ ધરાવેલા સફરજનોને કોવિડ-19 દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચવામાં આવશે અનેક મંદિરો આ રીતે સતકાર્યો કરીને સમાજ માટે બની રહ્યા છે દ્રષ્ટાંતરૂપ અમદાવાદ: સામાન્યપણે કોઇપણ મંદિરમાં ભગવાનને પ્રસાદીરૂપે વિવિધ ફળોનો ભોગ ધરાવાતો હોય છે જેનો બાદમાં વપરાશ કરવામાં આવે છે. જો કે આ ભોગમાં ધરાવેલા ફળોને કઇ રીતે કોઇ […]

ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ, માત્ર 4 કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે

ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને આવ્યા મહત્વના સમાચાર ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘાની રો-રો ફેરી સર્વિસ હજીરાથી ઘોઘા સુધીનું અંતર માત્ર 4 કલાકમાં કાપી શકાશે સુરત: ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને એક મહત્વના સમાચાર છે. હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ થવાના ચોઘડિયા હવે નજીક આવી રહ્યા છે. શહેરના સૌરાષ્ટ્રવાસીઓ કાગડોળે જેની રાહ જોઇ […]

ગૃહ મંત્રી અમિત શાહ 7 મહિના બાદ ગુજરાતની મુલાકાતે, માણસામાં માતાજીની પૂજા-આરતી કરશે

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે આજે સાંજે 4 વાગ્યે તેઓ અમદાવાદ આવી પહોંચશે તેઓ માણસામાં માતાજીના મંદિરે પૂજા-આરતી પણ કરશે ગાંધીનગર: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 મહિના પછી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 17મી ઑક્ટોબર સુધી રાજ્યમાં ચાર દિવસ રહેશે. અગાઉ તેઓ 17મી ઑક્ટોબરના રોજ આવવાના હતા, પરંતુ હવે તેમના […]

ગુજરાત પેટા-ચૂંટણી: ભાજપ બાદ કોંગ્રેસે 5 બેઠકના ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગુજરાતની આઠ વિધાનસભા બેઠક પર યોજાશે પેટાચૂંટણી ભાજપ બાદ કોંગ્રેસે 8માંથી 5 બેઠકો પર ઉમેદવારોના નામ કર્યા જાહેર અબડાસાથી શાતિલાલ સાંઘાણી તો ધારીમાં સુરેશ કોટડિયાને અપાઇ ટિકિટ ગાંધીનગર: આગામી નવેમ્બર માસમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ 8માંથી 5 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે જે […]

ગુજરાતમાં પણ પ્રવાસીઓ માણી શકશે ક્રૂઝની સવારી, SOU ખાતે ક્રૂઝનું પીએમ કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ક્રૂઝનું નવું આકર્ષણ ઉમેરાશે PM મોદી દ્વારા ક્રૂઝનું 31મી ઑક્ટોબરના રોજ કરાશે લોકાર્પણ આ બોટમાં એક સાથે 200 થી 300 લોકોને બેસવાની વ્યવસ્થા નર્મદા/ગાંધીનગર:  ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુને વધુ વેગવંતો બનાવવા તેમજ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ગુજરાત સરકારનો ટુરિઝમ વિભાગ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ અવનવા આકર્ષણો કેવડિયા કોલોની ખાતે ઉમેરી […]

દશેરા પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખુલ્લું મૂકાશે, કરાશે કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન

કોરોના મહામારી વચ્ચે 7 મહિના બાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ફરી ખુલશે પરિસરમાં કોવિડ-19 ગાઇડલાઇન્સનું ચુસ્ચપણે પાલન કરાવવામાં આવશે સંક્રમણને ટાળવા માટે પ્રતિ કલાક મર્યાદિત પ્રવાસીઓને જ અપાશે મંજૂરી વડોદરા:  વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન બાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને 7 મહિના સુધી બંધ રાખવામાં આવ્યું હતું. હવે અનલોક બાદ 7 મહિના પછી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ […]

રાહતના સમાચાર! આજથી ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા અને કંડલા-દિલ્હી ફ્લાઇટ સેવા શરૂ થશે

કોરોના મહામારી વચ્ચે એસ.ટી.બસના મુસાફરો માટે રાહતના સમાચાર ગુજરાત એસ.ટી. નિગમે આજથી મહારાષ્ટ્ર માટે બસ સેવાઓ ફરી શરૂ કરી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કુલ 242 ટ્રિપ દોડાવવામાં આવશે ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે અને દિવાળી પહેલા એક સારા સમાચાર આવ્યા છે. સાત મહિના બાદ ગુજરાત એસ.ટી બસ દ્વારા આજથી એટલે કે 10 ઑક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં બસ સેવાઓ શરૂ […]

ગુજરાત: હવે ઘર બેઠાં દર્દીઓને મળશે સારવાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ

કોરોનાના સંકટકાળમાં દર્દીઓને હવે ઘર બેઠાં જ બીમારીની સારવાર મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ અંતરિયાળ વિસ્તારમાં રહેતા દર્દીઓને મોબાઇલથી જ મળશે નિદાન-સારવાર ગાંધીનગર:  કોરોનાના સંકટકાળમાં દર્દીઓને ઘર બેઠાં જ નિદાન અને સારવાર પ્રાપ્ત થાય તે હેતુસર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો આરંભ કરાવ્યો છે. તેમના આ પગલાંને પરિણામે સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓ પરનું […]

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી અંગે ચૂંટણી પંચનું જાહેરનામું જાહેર, જાણો વિગતો

ગુજરાતમાં 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી ચૂંટણી પંચે ચૂંટણીને લઇને જાહેરનામું કર્યું જાહેર આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે અને 19 તારીખે ફોર્મની ચકાસણી થશે ગાંધીનગર:  ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચે આ ચૂંટણીને લઇને જાહેરનામું જાહેર કર્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને […]

લાપરવાહ ગુજરાતીઓ: માસ્ક ના પહેરીને, નિયમો તોડીને સરકારમાં ભર્યો 60 કરોડનો દંડ

કોરોના સંક્રમણ દરમિયાન ગુજરાતના લોકોની લાપરવાહી માસ્ક ના પહેરીને, જાહેરમાં થૂંકીને દંડ પેટે 60 કરોડ ભર્યા 1 જુલાઇથી આજે દંડ વસૂલાતના 100 દિવસ થયા અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણ માટે ગુજરાતના લોકોની લાપરવાહી પણ જવાબદાર છે જેનું એક ઉદાહરણ ગુજરાતીઓએ ત્રણ મહિનામાં ભરેલો દંડ છે. 10 રૂપિયામાં વેચાતા માસ્ક નહીં પહેરીને ગુજરાતના નાગરિકોએ 60 કરોડનો દંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code