1. Home
  2. Tag "Kashmir"

35-A હટાવવાની અટકળો વચ્ચે ડોભાલની કાશ્મીર મુલાકાત બાદ મોકલવામાં આવ્યા વધુ 10 હજાર સુરક્ષાકર્મીઓ

શ્રીનગર : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની વધુ 100 કંપનીઓ એટલે કે 10 હજાર જવાનો અને અધિકારીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીઓના આગમન ગણતરીના દિવસોમાં શરૂ થઈ જશે. કેન્દ્ર સકરારે આ નિર્ણયને કાશ્મીર ખીણમાં રાજકીય પક્ષો અને ભાગલાવાદીઓમાં હલચલ તેજ કરી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત […]

કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના આતંકવાદીઓ પર એટેક ચાલુ છે. શોપિયાંમાં શનિવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના શોપિયાંના બોના બાજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓ એક મકાનમાં છૂપાયેલા […]

સિયાચીનનો બદલો કારગીલમાં લઈને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપનો હતો પાકિસ્તાનનો ખેલ: કર્નલ (રિ.) જયબંસ સિંહ

અમદાવાદ:  જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્ર, અમદાવાદ અને યુ.જી.સી. એચ. આર.ડી.સી., ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા કારગીલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં સમાજ વિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે જમ્મુ-કાશ્મીર ભ્રમણા અને સત્ય વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્વપ્રથમ કારગીલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં મુખ્ય વક્તા કર્નલ જયબંસસિંહે (સેવાનિવૃત્ત) (રક્ષા વિશ્લેષક અને મુખ્ય સંપાદક […]

કારગીલ વિજય દિવસે આક્રાંતાઓને તુર્કી-અરબસ્તાનમાં ઘૂસીને મારનારા કાશ્મીરી સમ્રાટ લલિતાદિત્યને કરીએ યાદ

ભારત પરાક્રમી શૂરવીરોની ધરતી છે. કારગીલ વિજય દિવસ પણ આની સાબિતી અને સ્મૃતિ બંને છે. કારગીલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી બાદ સતત 60 દિવસો સુધી બલિદાનોની હેલી દ્વારા ભારતીય સેના અને વાયુસેનાએ અપ્રતીમ બહાદૂરી સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયની મોટી કિંમત પણ ચુકવવી પડી હતી. લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા […]

‘અર્બન નક્સલ’ ગૌતમ નવલખાના હિઝબુલ મુજાહિદ્દીન અને કાશ્મીરી ભાગલાવાદીઓ સાથે સીધા સંબંધ: મહારાષ્ટ્ર સરકાર

ભીમા કોરેગાંવ કેસમાં આરોપી અર્બન નક્સલ ગૌતમ નવલખા સંદર્ભે વધુ એક ખુલાસો થયો છે. પુણે પોલીસે પોતાના રિપોર્ટમાં બુધવારે બોમ્બે હાઈકોર્ટની સામે દાવો કર્યો છે કે ગૌતમ નવલખા હિઝબુલ મુજાહિદ્દીન અને ઘણાં કાશ્મીરી ભાગલાવાદીઓના સંપર્કમાં હતો. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડોંગરેની ખંડપીઠે, જો કે નવલખાની ધરપપકડ પર લાગેલી રોક આગામી આદેશ સુધી લંબાવી […]

લોકસભામાં પોતાની બાજૂમાં બેઠેલા વિદેશ પ્રધાનનું ચાર વખત ખોટું નામ લીધું રાજનાથસિંહે!

લોકસભામાં બુધવારે એક આશ્ચર્યજનક ઘટના જોવા અને સાંભળવા મળી હતી. ગૃહમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર વિવાદીત દાવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કરવા માટે લોકસભામાં સંબોધન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જ પ્રધાનનું ખોટું નામ લીધું હતું. આ મામલો એટલા માટે ગંભીર થઈ ગયો છે, કારણ કે […]

કાશ્મીર મધ્યસ્થતા વિવાદ : ટ્રમ્પના આર્થિક સલાહકારનો દાવો- રાષ્ટ્રપ્રમુખ ક્યારેય વાતો ઉપજાવી કાઢતા નથી

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને લને સવાલ ઉઠી રહ્યા છે કે જેમાં તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે જણાવ્યું હતું. જો કે ભારત સરકારે ટ્રમ્પના આ દાવાને એક કલાકની અંદર જ નકારી દીધા હતા. પરંતુ હવે ટ્રમ્પના આર્થિક સલાહકાર લેરી કુડલોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો બચાવ […]

કાશ્મીર: અનંતનાગ હાઈવે પર આઈઈડીની આશંકા, રોકવામાં આવી અમરનાથ યાત્રા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ હાઈવે પાસે આઈઈડીની માહિતી મળ્યા બાદ અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. સુરક્ષાદળોને મીર બાજારમાં આઈઈડી હોવાની આશંકા છે. તેને કારણે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ પહોંચી રહ્યા છે. યાત્રા માટે સોમવારે જમ્મુથી 3178 શ્રદ્ધાળુઓનો એક જત્થો રવાના […]

પીડીપીનો કેન્દ્ર પર આરોપ: “જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ- RSS કેડરને હથિયારથી કરાઈ રહ્યા છે સજ્જ”

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પોતાની સ્થાનિક ટુકડીઓને હથિયારો અને અન્ય સરંજામની સપ્લાઈ કરી છે. પરંતુ કાશ્મીરની મુખ્ય પ્રાદેશિક પાર્ટીમાંથી એક પીડીપીએ કેન્દ્ર સરકાર પર હિંદુઓને હથિયારોથી સજ્જ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના ઘણાં ગામડાંમાં વિલેજ ડિફેન્સ કમિટી બનાવવામાં આવી છે. તે ભારતીય સુરક્ષાદળોની દેખરેખમાં કામ કરે છે. પરંતુ પીડીપીએ સુરક્ષાદળોના નામ પર પણ કોમવાદી રાજકારણ ખેલવાનું શરૂ […]

કાશ્મીરમાં પાકિસ્તાનનું નવું ષડયંત્ર, નાના આતંકી જૂથોને પ્રોત્સાહીત કરી રહી છે ISI

નવી દિલ્હી: પાકિસ્તાન હવે નવા આતંકવાદી જૂથોને પ્રોત્સાહીત કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનથી ધ્યાન હટાવીને જૂના અને નાના-નાના આતંકી જૂતોને ઉભા કરવાની કોશિશ શરૂ કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે, પાકિસ્તાન નવ આતંકવાદી સંગઠનો સિપહ-એ-સહાબા, હરકત-ઉલ-મુજાહિદ્દીન, જૈશ-ઔલ-અદલ, લશ્કરે ઉમર, અલ બદ્ર, લશ્કરે ઝાંગવી, તહરીક ઉલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code