1. Home
  2. revoinews
  3. 35-A હટાવવાની અટકળો વચ્ચે ડોભાલની કાશ્મીર મુલાકાત બાદ મોકલવામાં આવ્યા વધુ 10 હજાર સુરક્ષાકર્મીઓ
35-A હટાવવાની અટકળો વચ્ચે ડોભાલની કાશ્મીર મુલાકાત બાદ મોકલવામાં આવ્યા વધુ 10 હજાર સુરક્ષાકર્મીઓ

35-A હટાવવાની અટકળો વચ્ચે ડોભાલની કાશ્મીર મુલાકાત બાદ મોકલવામાં આવ્યા વધુ 10 હજાર સુરક્ષાકર્મીઓ

0
Social Share

શ્રીનગર : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની વધુ 100 કંપનીઓ એટલે કે 10 હજાર જવાનો અને અધિકારીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીઓના આગમન ગણતરીના દિવસોમાં શરૂ થઈ જશે. કેન્દ્ર સકરારે આ નિર્ણયને કાશ્મીર ખીણમાં રાજકીય પક્ષો અને ભાગલાવાદીઓમાં હલચલ તેજ કરી દીધી છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરીને શુક્રવારે દિલ્હી પાછા ફર્યા છે. કેલાક લોકો કાશ્મીરમાં વધુ 100 કંપનીઓ મોકલવાને અનુચ્છેદ-35-એને બંગ કરતા પહેલા કેન્દ્ર સરકારની તૈયારી તરીકે જોઈ રહ્યા છે, તો ઘણાં કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં તેજી સાથે કેન્દ્ર સરકારના આ પગલાને સાંકળી રહ્યા છે.

જો કે પ્રશાસનિક અધિકારીઓ પ્રમાણે, થોડા દિવસો પહેલા ગૃહ પ્રધાન અમિત શાહને જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન રાજ્યના વહીવટી તંત્રે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાની 100 કંપનીઓ મોકલવાની માગણી કરી હતી. તેને હવે મંજૂરી મળી છે. તેમણે આને સ્વતંત્રતા દિવસ અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જમીન તૈયાર કરવા માટેની સામાન્ય પ્રક્રિયા ગણાવી છે.

સૂત્રો પ્રમાણે, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 100 નવી કંપનીઓને મોકલવાનો નિર્ણય 25 જુલાઈએ કર્યો છે. તેમાં 50 કંપનીઓ સીઆરપીએફની હશે, જ્યારે બીએસએફ અને આઈટીબીપીના 10-10 કંપનીઓ હશે. તેના સિવાય એસએસબીની 30 કંપનીઓને પણ કાશ્મીર મોકલવામાં આવશે.

કાશ્મીરમાં મોકલવામાં આવનારી સીઆરપીએફની નવી 50 કંપનીઓ મોટાભાગે દિલ્હીમાં જ તેનાત છે. તેમાથી નવ કંપનીઓ સંસદીય ચૂંટણી માટે તેનાત હતી. તેમને બાદમાં કાંવડ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં તેનાત કરવામાં આવી છે. હવે આ નવ કંપનીઓને ફરીથી કાશ્મીર રવાના કરાઈ રહી છે. ગૃહ મંત્રાલયે રાજ્યમાં મોકલવામાં આવી રહેલી વધારાની 100 કંપનીઓ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમને પત્ર પણ મોકલ્યો છે.

નેશનલ કોન્ફરન્સ અને પેન્થર્સ પાર્ટીએ કાશ્મીરમાં 100થી વધારે કંપનીઓ મોકલવાના કેન્દ્રના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. બે દિવસ પહેલા નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ પણ કેન્દ્ર અને રાજ્ય વહીવટી તંત્ર પર અનુચ્છેદ-35એને ભંગ કરવાની આશંકાને લઈને લોકોમાં ભય પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. નેશનલ કોન્ફરન્સના મહાસચિવ અલી મોહમ્મદ સાગરે કહ્યુ છે કે એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ સત્યપાલ મલિક મોટાભાગે દાવા કરે છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી ગઈ છે. જ્યારે પરિસ્થિતિમાં સુધારો છે, તો પછી અહીં સુરક્ષાદળોની સંખ્યા કેમ વધારવામાં આવી રહી છે. સામાન્ય લોકોમાં આનાથી ડર પેદા થશે. ક્યાંક એવું નથી કે કેન્દ્ર સરકાર રાજ્યના બંધારણની સાથે કોઈ છેડછાડ કરવાના મૂડમાં છે.

તો પેન્થર્સ પાર્ટીના ચેરમેન હર્ષદેવે કહ્યુ છે કે આ વિચિત્ર વાત છે, એક તરફ રાજ્યપાલ કહે છે કે અહીં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ આતંકવાદીઓની વિરુદ્ધ અભિયાન તેજ કરવા, કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 100થી વધારે કંપનીઓની તેનાતી કરાઈ રહી છે. આ પર્સપર વિરોધાભાસી છે. સરકારે રાજ્યની પરિસ્થિતિ પર સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code