1. Home
  2. Tag "jammu"

મિશન કશ્મીર પર અમિત શાહ, શહીદ પીઆઈ અરશદ ખાનના પરિવારને મળવા પહોંચ્યા

શ્રીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. અમિત શાહ શહીદ પોલીસ ઈન્સ્પેક્ટર અરશદ ખાનના પરિવારને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. અરશદ ખાન 12મી જૂને અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. તેઓ અનંતનાગ સદરના એસએચઓ હતા. મહત્વપૂર્ણ છે કે 12 જૂનની સાંજે બાઈક સવાર આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. […]

કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ વધુ તીવ્ર, પાંચ માસમાં 101 આતંકીઓ કરાયા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અલગ-અલગ અથડામણમાં પાંચ આતંકીઓ ઠાર થયા છે. ગત પાંચ માસમાં આતંકવાદીઓ પર સુરક્ષાદળો કેર બનીને ત્રાટક્યા છે. આ પાંચ આતંકીઓના ખાત્મા સાથે કાશ્મીર ખીણમાં આ વર્ષે અત્યાર સુધીમાં 101 આતંકીઓનો ખાત્મો બોલી ચુક્યો છે. ગત પાંચ માસમાં […]

જમ્મુમાં કતલ, ગૌરક્ષકો પર આરોપ: સ્થિતિ બગડતા સેનાની તેનાતી કારાઈ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદરવાહ કસબામાં એક વ્યક્તિની હત્યા બાદ કોમવાદી હિંસા ફેલાઈ છે. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે વ્યક્તિને શંકાસ્પદ સ્થિતિમાં પશુ તસ્કરીના આરોપમાં નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે ડોડા પ્રશાસને હત્યા પાછળ ગોરક્ષકોની ભૂમિકાનો ઈન્કાર કર્યો છે. હત્યાના વિરોધમાં સ્થાનિક લોકોએ હિંસક દેખાવો કર્યા હતા. દેખાવકારો મુસ્લિમ બહુલ સેરી બજાર વિસ્તાર તરફ […]

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર બાદ હવે ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સ પર પ્રતિબંધની શક્યતા

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરને ભારત સરકારે ગુરુવારે પ્રતિબંધિત કરી છે. તેની સાથે જ હવે ભાગલાવાદી સંગઠનો સામે કેન્દ્ર સરકારની લાલ આંખ વધુ આકરા પગલા તરફ પણ સંકેત આપી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત ભાગલાવાદી પ્રવૃત્તિઓનો ખેલ ચલાવવામાં ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સની ભૂમિકા કોઈનાથી અજાણી નથી. કેન્દ્ર સરકાર દ્વારા જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના તર્જ પર ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સને પણ પણ પ્રતિબંધિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code