ઈઝરાયલના ટેકામાં અમેરિકાએ દેશોની યાદીમાંથી પેલેસ્ટાઈનને હટાવ્યું, ઈસ્લામિક વર્લ્ડમાં ખળભળાટ
નવી દિલ્હી : પેલેસ્ટાઈનને દેશો અને પ્રાંતોની પોતાની યાદીમાંથી હટાવવા પર પેલેસ્ટાઈનના અધિકારીઓએ અમેરિકાની નિંદા કરી છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆ પ્રમાણે, પેલેસ્ટાઈનના સરકારી પ્રવક્તા નબિલ અબુ રુદૈનેહે રવિવારે એક સત્તાવાર પત્રકાર સંમેલનમાં કહ્યુ કે આ નિર્ણયમાં અમેરિકાની વિદેશ નીતિમાં અભૂતપૂર્વ રકાસ જોવા મળ્યો છે. રુદૈનેહે કહ્યુ છે કે આ નિર્ણય ફરી એકવાર દર્શાવે છે કે […]