1. Home
  2. Tag "isis"

કેન્દ્ર સરકારનો ચોંકાવનારો ખુલાસો, દેશના 12 રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય છે

– વિશ્વભરના અનેક દેશોમાં ધીરે ધીરે પગપેસારો કરી રહ્યું છે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ – ભારતના 12 રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય હોવાની ચોંકાવનારી માહિતી સરકારે આપી – દેશના તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય વિશ્વભરમાં અનેક આતંકી સંગઠનોને સંચાલિત કરતા બદનામ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દેશના 12 રાજ્યોમાં સક્રિય હોવાની ચોંકાવનારી […]

દિલ્હીમાં ISISના એક આતંકીની ધરપકડ -બીજા આતંકીઓને શોધવાની કવાયત હાથ ધરાઈ

રાજધાની દિલ્હીમાં આતંકી ઝડપાયો પોલીસે એક આતંકીની ઝડપી હથિયારો જપ્ત કર્યા એક આતંકી ફરાર બાતમીના આધારે મોડી રાતથી એન્કાઉન્ટર શરુ કરાયું હતું   દિલ્હી-: દેશની રાજધાની નવી દિલ્હીના ધૌલા કુઆં પાસે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે,આ એન્કાઉન્ટરમાં આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, સ્પેશ્યલ સેલ ટીમ પણ આ ઓપરેશન પાડ પાડી રહી છે, તેમના જણઆવ્યા પ્રમાણે હજુ […]

રક્તરંજિત અફઘાનિસ્તાનના હિંસાચારમાં ભૂતપૂર્વ સોવિયત રશિયા, અમેરિકા અને પાકિસ્તાનની દખલગીરીની ભૂમિકા

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનમાં હિંસાચાર માટે અમેરિકા-પાકિસ્તાન જવાબદાર તાલિબાન-અલકાયદાને આઈએસઆઈ-પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ સોવિયત સંઘ સામે લડવા મજહબી આતંકને અપાયું પ્રોત્સાહન અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘનો પ્રભાવ ખાળવા માટે જગત જમાદાર અમેરિકાએ દૂધ પીવડાવીને મુજાહિદ્દીન નામના ઝેરી નાગ ઉછેર્યા હતા. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓને વાપસી માટે મજબૂર કરનારા મુજાહિદ્દીનોને પાન-ઈસ્લામિક આતંકવાદી જૂથોમાં ફેરવવાનું પાપ અમેરિકા અને પાકિસ્તાનની ગુપ્તચર […]

ભૂરાજકીય દ્રષ્ટિએ વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવતા અફઘાનિસ્તાનમાં સ્થિરતા-અસ્થિરતાના ખેલના પોતપોતાના કારણો

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનનું વિશિષ્ટ ભૂરાજકીય મહત્વ સોવિયત રશિયાના પ્રભાવથી પાકિસ્તાનના આતંકી પ્રભાવ સુધીની સફર સોવિયત રશિયાના હસ્તક્ષેપથી અમેરિકાની દખલગીરી સુધીનો હિંસાચાર અફઘાનિસ્તાનની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને ખાસ ભૂરાજકીય મહત્વ તેને દક્ષિણ અને મધ્ય એશિયા માટે મહત્વનું બનાવે છે. આના કારણે અફઘાનિસ્તાનને કેટલાંક દેશો પોતાના હિત માટે સ્થિરતા અને મજબૂતી આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે […]

આતંકમુક્ત અફઘાનિસ્તાનના પુનર્નિમાણ માટે પાકિસ્તાનના ચંચૂપાતની બાદબાકી જરૂરી

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનમાં હિંસાચાર પાછળ પાકિસ્તાનનો આતંકી ખેલ અફઘાનિસ્તાનની અસ્થિરતા દૂર કરવા ભારતની હાજરી જરૂરી ભારત તરફી મજબૂત અફઘાનિસ્તાન વૈશ્વિક હિતમાં અફઘાનિસ્તાનની સરહદો ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ રહેલા ગિલગિટ-બાલ્તિસ્તાનને સ્પર્શે છે. પરંતુ સદીઓ જૂના સંબંધો અને આધુનિક યુગમાં ભારતના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન ભારત માટે બેહદ મહત્વ ધરાવે છે. ભારતના રાષ્ટ્રીય […]

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની વાપસી પછી કોનું સ્થપાશે નિયંત્રણ, સરકારી સેના, તાલિબાન કે ISIS?

અમેરિકા-તાલિબાનો વચ્ચે કતરમાં વાટાઘાટો 9મા તબક્કાની અફઘાન શાંતિ વાટાઘાટો અમેરિકા પોતાના સૈનિકો પાછા ખેંચશે ગત 18 વર્ષોથી યુદ્ધની આગમાં સળગી રહેલા અફઘાનિસ્તાનની બે વિરોધાભાસી તસવીરો આજે દુનિયાની સામે આવી રહી છે. એક તરફ જ્યાં તાલિબાન સાથે અમેરિકા શાંતિ માટે નવમા તબક્કાની વાટાઘાટો કરી રહ્યું છે. તો બીજી તરફ કુંદૂજ-હેલમંડ જેવા ઉત્તરીય વિસ્તારોમાં અફઘાનિસ્તાનના સુરક્ષાદળો અને […]

કોલકત્તા પોલીસે ચાર શકમંદોની કરી ધરપકડ, આઈએસઆઈએસના આતંકી હોવાનો દાવો

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં મચેલા રાજકીય હંગામા અને હિંસાના તબક્કા વચ્ચે અહીંથી ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કોલકત્તામાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ શકમંદોમાં ત્રણ બાંગ્લાદેસી મૂળના છે અને એક શકમંદ ભારતીય છે. કોલકત્તા એસટીએફનો દાવો છે કે એરેસ્ટ કરાયેલા ચારેય શકમંદોનો સંબંધ આઈએસઆઈએસ સાથે છે. તેની સાથે આ તમામ બાંગ્લાદેશના જમાત ઉલ મુજાહિદ્દીન […]

દિલ્હીમાં હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા ISISના મોડ્યુલ, NIAએ 10 લોકો સામે ફાઈલ કરી ચાર્જશીટ

નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દિલ્હી અને યુપીના અમરોહામાં આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા મામલામાં દશ શકંમદો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ અમરોહામાં એક મદરસાના મુફ્તિ મોહમ્મદ સુહૈલ સહીત અન્ય આરોપીઓ વિરુદ્ધ આ ચાર્જશીટ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમની વિભિન્ન કલમો હેઠળ દાખલ કર્યો છે. તપાસ એજન્સીએ પાંચ હજાર પૃષ્ઠોની ચાર્જશીટમાં જણાવ્યું છે કે આઈએસઆઈએસથી […]

ઈદ પર કાશ્મીરમાં પથ્થરબાજી પર ભડક્યા શિયા વક્ફ બોર્ડના ચીફ, બોલ્યા- “જે થાળીમાં ખાધું તેમાં થુંક્યા”

ઈદના દિવસે કાશ્મીર ખીણમાં ઘણાં વિસ્તારોમાં પથ્થરમારો થયો. કાશ્મીર ખીણમાં પથ્થરમારાએ પાકિસ્તાની અને ખૂંખાર આતંકી સંગઠન આઈએસઆઈએસના વાવટા પણ ફરકાવ્યા હતા. તો પુલવામા જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને એક મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. ઈદના પ્રસંગે કાશ્મીરમાં ફેલાયેલી હિંસાની શિયા વક્ફ બોર્ડના ચીફ વસીમ રિઝવીએ આકરી નિંદા કરી છે. તેમણે અંગ્રેજી ચેનલ ટાઈમ્સ […]

નવી મુંબઈમાં પુલના થાંભલા પર આઈએસઆઈએસના વખાણથી ભરેલો મેસેજ, હાઈએલર્ટ થયું જાહેર

નવી મુંબઈના ઉરાન વિસ્તારમાં એક પુલના થાંભલા પર આતંકવાદી સંગઠન આઈએસના ટેકામાં સંદેશ લખેલો મળી આવતા હાઈ લેવલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. મહારાષ્ટ્ર એટીએસ આના સંદર્ભે વધુ સતર્ક થયું છે અને નવી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં લાગી ગઈ છે. નવી મુંબઈના ઉરાનમાં આવેલા ખોપ્ટેબ્રિજમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code