વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને મળ્યો ‘ફાલ્કન સ્લેયર્સ’ બેજ, તમતમી ઉઠ્યું પાકિસ્તાન
વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને ‘ફાલ્કન સ્લેયર્સ’નો બેજ મળવાથી પાકિસ્તાન તમતમી ગયું છે. હવે પાકિસ્તાન ભારત સાથે બેજ વૉર પર ઉતરી આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાને પોતાની વાયુસેનાની સ્કોડ્રનને 27 ફેબ્રુઆરીની ડોગ-ફાઇટ સાથે જોડાયેલા બેજ જાહેર કર્યા છે, જેમાં તેણે ‘સરપ્રાઇઝ-ડે’ લખ્યું છે. સાથે જ બેજમાં ભારતના મિગ-21 બાયસન અને સુખોઈ લડાયક વિમાનોને પણ દર્શાવ્યા […]
