1. Home
  2. Tag "Gujarati news"

કોરોના સામે લખનૌની અનોખી લડાઈ, ATMની જેમ માસ્ક મશીન લગાવાયું

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આવા સમયગાળામાં માસ્કને ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશની નવાબીનગરી લખનૌમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં માસ્ક મશીન લગાવાયું છે. હવે શહેરના જાહેર સ્થળો ઉપર પણ આ મશીન […]

ગુજરેટનું પરિણામ જાહેર, 1065 વિદ્યાર્થીઓના 99 પર્સન્ટાઈલ

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ-12 પછી વિજ્ઞાનપ્રવાહના બાદ ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ફાર્મસી, પેરા મેડિકલ વગેરે અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવવા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં લગભગ 1.06 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષામાં ગ્રુપ Aમાં 410 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મેળવ્યો હતો. જ્યારે ગ્રુપ B માં 655 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં હતા. […]

કચ્છ અને જામનગર બાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવ્યો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો 4.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક નોંધાયું હોવાનું જાણવા મળે છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં મોડી રાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ […]

નેપાળના ખભા પર ચીનની બંદૂક, ઉત્તરપ્રદેશની પીલીભીત બોર્ડર પરથી ભારતની જાસૂસી

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને તણાવ વધ્યો છે. તેમજ બોર્ડર ઉપર બંને દેશ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે વિસ્તારવાદી ચીનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. નેપાળની મદદ લઈને ચીન ઉત્તરપ્રદેશની પીલીભીત બોર્ડર ઉપર સુરક્ષા એજન્સીઓની જાસુસી કરતું હોવાનું સામે આવ્યું છે. ચીન દ્વારા સેટેલાઈટ મારફતે પીલીભીતમાં સુરક્ષા જવાનોની […]

કોરોનાનું ગ્રહણ, સુરતના પાવરલુમ્સમાં કારીગરો વગર કારખાનાઓમાં કામ બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોકમાં ધીરે-ધીરે વેપાર-ધંધુ શરૂ થયા હતા. વેપાર-ધંધા સરકારીની કોરોના ગાઈડલાઈન અનુસાર શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, કોરોના મહામારીને પગલે સુરતમાંથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. હવે કાપડ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. જો કે, પાવરલુમ્સના વ્યવસાયમાં કારીગરોની અછતના પગલે હજુ માત્ર 20 ટકા જેટલા […]

શામળાજીમાં પાણીના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ, બે ગામમાં ગેસની અસર

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના શામળાજી નજીક આવેલા દેવનીમોરી ખાતે મેશ્વો જૂથ પાણી પુરવઠા યોજનાના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસની બોટલ લીકેજ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. 900 કિલો બોટલમાંથી 800 કિલો ક્લોરીન લીકેજ થતા આસપાસના બે ગામના લોકોને સામાન્ય અસર થઈ હતી. એટલું જ નહીં આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડનો એક કર્મચારી […]

આત્મનિર્ભર બનવા માટે ઉત્સુક ભારતીય કંપનીઓ, દેશમાં જ રમકડા બનાવવા તત્પર

દિલ્હીઃ દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિવિધ એકમોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં રમકડાંના વ્યવસાય ઉપર ભાર મુકીને આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેના કારણે ઉત્તરપ્રદેશ સરકારને રમકડાં બનાવવાની ફેકટરી સ્થાપવા માટે 92 અરજીઓ બનશે. આ ફેકટરીઓ ગ્રેટર નોઈડાના જેવર એરપોર્ટ નજીક શરૂ […]

ભરચોમાસે પાણી માટે તરસ્યા કોઠારિયાના લોકો, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે રાજ્યમાં સરેરાશ 110 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે સૌથી વધારે વરસાદ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે જળાશયો પણ છલકાયાં છે. ત્યારે રાજકોટમાં ભરચોમાસે કોઠારિયાના લોકોને પાણી માટે વલખા મારાના દિવસો આવ્યાં છે. તંત્રની બેદરકારીને કારણે પાણી નહીં મળતા કોઠારિયાના […]

ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 80.73 ટકા ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો ઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં કોરોનાને મ્હાત આપીને દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  78913 દર્દીઓ સાજા થયાં છે. આમ રાજ્યનો રિકવરી […]

ભડલા ડેમ અવરફ્લો, અમદાવાદ-સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન અમદાવાદ નજીક આવેલો ભડલા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલીને પાણી સુખ ભાદર નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દરમિયાન ધંધુકા નજીક અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યાં છે. જેથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code