1. Home
  2. Tag "bihar"

બિહારના મુઝફ્ફરપુરમાં લાગ્યા પોસ્ટર, તેજસ્વી યાદવને શોધનારને 5100 રૂપિયાનું ઈનામ

મુઝફ્ફરપુર :  બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોસ્ટરમાં તેજસ્વી યાદવને શોધનારને 5100 રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. તેજસ્વી યાદવને લઈને લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તેજસ્વી લોકસભા 2019ના પરિણામ બાદથી ગાયબ છે. તેજસ્વીને શોધનારાને 5100 રૂપિયા રોકડ ઈનામ તરીકે […]

‘ચમકી’ તાવથી 108 બાળકોના મોત બાદ મુઝફ્ફરપુર પહોંચ્યા સીએમ, લાગ્યા ‘નીતિશ ગો બેક’ના સૂત્રો

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવને કારણે અત્યાર સુધીમાં 108 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ગત એક સપ્તાહના હાહાકાર બાદ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર હવે હોસ્પિટલમાં બાળકોના ખબરઅંતર જાણવા માટે પહોંચ્યા છે. નીતિશ કુમારના હોસ્પિટલમાં પહોંચવાની સાથે તેમનો આકરો વિરોધ થયો હતો અને બહાર ઉભેલા લોકોએ નીતિશ ગો બેકના સૂત્ર પણ પોકાર્યા […]

બિહારમાં ‘ચમકી’ તાવથી 108 બાળકોના મોત બાદ જાગ્યા સીએમ નીતિશ કુમાર, પહોંચ્યા મુઝફ્ફરપુર

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં સેંકડો બાળકો એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવની ઝપટમાં આવી ગયા છે. મુઝફ્ફરપુરમાં આ તાવથી મરનારાઓની સંખ્યા 108ની થઈ ચુકી છે. ત્યાં હોસ્પિટલમાં ભરતી બીમાર બાળકોની સંખ્યા વધીને 414ની થઈ ચુકી છે. ચમકી તાવથી પીડિત મોટાભાગના દર્દી મુઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં એડમિટ છે. અત્યાર સુધી […]

બિહારમાં ‘ચમકી’ તાવથી 100થી વધુના મોત, કેન્દ્ર-રાજ્યના આરોગ્ય પ્રધાનો સામે કેસ, પ્રેસ કોન્ફરન્સમાં ચૌબેને આવ્યું ઝોકું- પાંડેએ પુછ્યો મેચનો સ્કોર!

બિહારમાં હાલના દિવસોમાં ચમકી તાવ (Acute Encephalitis Syndrome)નો કેર જોવા મળી રહ્યો છે. લગભગ 100થી વધારે બાળકોના મોત ચમકી તાવના કારણે થઈ ચુક્યા છે. તો 16મી જૂને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને ચમકી તાવ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો […]

બિહારમાં નીતિશ મંત્રીમંડળનો વિસ્તાર, જેડીયુ કોટામાંથી 8 નવા મંત્રીઓ સામેલ

બિહારમાં શાસકપક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના ઘણા ધારાસભ્યોના સાંસદ બની ગયા પછી ખાલી થયેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતિશકુમારે આજે રવિવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી જેડીયુના 8 ધારાસભ્યોને મંત્રી બનાવ્યા. તેમાં નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી, સંજય ઝા, રામસેવક સિંહ, નીરજ કુમાર અને લક્ષ્મેશ્વર રાયના નામ સામેલ છે. આ બાબતે […]

ચૂંટણીમાં હાર બાદ આરજેડીમાં બળવાના સૂર, ધારાસભ્યે માંગ્યું તેજસ્વી યાદવનું રાજીનામું

પટના: બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીની મુશ્કેલીઓ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ વધતી દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં આરજેડીને બિહારની 40માંથી સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. તેના પછી નેતૃત્વ વિરુદ્ધ વિરોધના સૂર તેજ થવા લાગ્યા છે. આ કડીમાં આરજેડીના એક ધારાસભ્ય મહેશ્વર યાદવે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદેથી લાલુ યાદવના નાના […]

બિહાર: ગયામાં સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં એક નક્સલી ઠાર, સ્થળ પરથી મળી AK-47

બિહારના નક્સલીઓથી પ્રભાવિત જિલ્લા ગયામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે મોડી રાતે અથડામણ થઈ. આ અથડામણમાં હાલ એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો છે. 205 કોબરા અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે ગયાના લુટુઆ ગામમાં આ ઓપરેશન ચલાવ્યું હતું. મોડી રાતે આશરે 2 વાગે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. સ્થળ પરથી એક નક્સલીના શબની સાથે જ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code