દેશના લોક લાડીલા ચાહીતા એવા વિદેશ મંત્રી તરીકે ભારતીયોની મદદ કરીને લોકોના દિલ જીતી ગયા છે, તેમણે અનેક રીતે ઘણા લોકોને મદદ કરી છે ,આજે આપણી વચ્ચે તેઓ હયાત નથી પરંતુ તેમણે કરેલા કાર્યો લોકોના દિલમાં જીવીત છે ,તેઓ રહ્યા નથી છતા પણ તેમની એક અલગ છાપ દેશના લોકોપર છોડી ગયા છે જેને લઈને દરેકના દિલમાં આજે સુષ્માજીને ગુમાવવાનો અફસોસ છે 67 વર્ષની વયે તેમણે આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યુ છે
સુષ્માજી એ અનેક આદેશ ટ્વિટરના માધ્યમથી જ આપ્યા છે તેમણ ડિજીટલ ઈન્ડિયાનું ખરુ ઉદાહરણ સાબિત કરી બતાવ્યું છે,ટ્વિટર પર તેમના ઘણા ચાહકો છે આ ચાહકો માત્ર ભારતદેશના જ નથી પરંતુ દુનિયાભરના લોકો સુષમા સ્વરાજને ફોલો કરતા હતા.
ત્યારે તેમના પ્રસંશકોની વાત કરીયે તો વિદેશ મંત્રી તરીકે તેમના પ્રસંશકો એટલી હદે હતા કે ટવિટર પર તેમને ફોલો કરનારાની સંખ્યા સૌથી વધુ હતી અને તે વાતને લઈને ,સુષ્મા સ્વરાજનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં બે વાર નોંધાઈ ચુક્યુ છે.
ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવનારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ રેકોર્ડ બુકમાં નોંધાયા હતા. આ પહેલા પણ એક વખત લિમ્કા બુકમાં નામ નોંધાઈ ચુક્યા હતા. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે સુષમા અને તેમના પતિ સ્વરાજ કૌશલને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ જોડી તરીકે નોંધ્યા હતા. તેઓ સંસદ ઉપરાંત મિઝોરમના ગવર્નર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે
આ ઉપરાંત સુષમાજી એક સારા વક્તા પણ રહી ચુક્યા છે જ્યારે સુષમા સ્વરાજ બોલવાનું શરુ કરતા ત્યારે સૌ કોઈ પોતાનો અવાજ બંધ કરીને તેમને સતત સાંભળવા પર મજબુર થઈ જતા સંસ્કૃત અન રાજકીય શાસ્ત્રમાંથી સ્નાતક કરનાર સુષમાને ભારતીય સંસદથી લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સુધી હિંદીમાં અદભૂત ભાષણ આપવા માટે માહિર હતા. હિંદીમાં સુષમા શરૂઆતથી જ પ્રખર પ્રતિભાશાળી હતા. તેમણે હરિયાણાના ભાષા વિભાગ તરફથી આયોજિત હિંદી વક્તા સ્પર્ધામાં સતત ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ વક્તાનો એવોર્ડ જીત્યો હતો. હરિયાણા રાજય વિધાનસભાની તરફથી શ્રેષ્ઠ હિંદી વક્તા તરીકે સમ્માનિત કરાયા હતા. તેમને સાંભળવું સૌ કોઈને ગમતુ હતુ જ્યારે તો કીક બોલતા હોઈ છે ત્યારે વિરોધ પક્ષ પણ તેમને સાંભળવા પર મજબુર થઈ જતો હતો.