નવી દિલ્હી: નીટના કેટલાક સ્ટૂડન્ટ્સની એ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે NEET UG 2019ના ચાર પ્રશ્નો ખોટી રીતે પુછવામાં આવ્યા હતા, જે એનસીઈઆરટીના સિલેબસમાંથી બહાર હતા.
સુપ્રીમ કોર્ટે અરજીને સ્વીકારતા કહ્યું છે કે સ્ટૂડન્ટ્સે પોતાની અરજીમાં તાત્કાલિક સુનાવણીની માગણી કરી છે.
સુપ્રીમ કોર્ટે પણ સ્ટૂડન્ટ્સની અરજીને ગંભીરતાથી લેતા 14મી જૂને અરજી પર સુનાવણી કરવાની વાત જણાવી છે. સ્ટૂડન્ટ્સના વકીલે આના સંદર્ભે સુપ્રીમ કોર્ટને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી.