- સલમાન ખાને કાળીયાર શિકાર કેસ મામલે કોર્ટમાં હાજર થવું પડશે
- આ મહિનાની 28 તારીખે સલમાન ખાને હાજરી આપવી પડશે
- બિગબોસ મેકર્સની ચિંતા વધી
બોલિવૂડનો સુપર સ્ટાર સલમાન ખાન ઘણા વર્ષોથી કાળીયાર શિકાર કેસમાં અટવાયેલો જોવા મળી રહ્યો છે, વર્ષોથી ચાલી આવતા આ કેસનું હજી કોઈ નિરાકરણ આવ્યું નથી, હાલ સલમાન ખાન બિગબોસ 14ની સિઝનમાં વ્યસ્ત છે ત્યારે હવે સલમાન ખાનને જિલ્લા અને સેશન્સ કોર્ટ, જોધપુર દ્વારા આવનારી 28 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે,કાળીયાર શિકાર અને આર્મ્સ એક્ટ હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
સલમાન ખાનના કારણે બિગબોસ મેકર્સ ચિંતામાં
જો કે કોર્ટ દ્વારા સલમાન ખાનને મળેલા આદેશથી બિગબોસ સિઝન 14 ના મેકર્સ ચિંતામાં સરી પડ્યા છે, બિગબોસ સાથે જોડાયેલ સુત્રો પાસેથી મળતી માહિતીની જો વાત કરીએ તો , આ શો થકી સલમાન પર કરોડો રુપિયા લગાવાયા છે, જેથી જો સલમાનને કોર્ટમાં જવુ પડશે તો મેકર્સની ચિંતા વધે તે વાત સહજ છે, આ શોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર મેકર્સ નથી ઈચ્છતા જેથી બિગબોસની તૈયારી હવે આ તારીખને ધ્યાનમાં લઈને કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે, જો કોર્ટ દ્વારા કોઈ આદેશ આપાય છે તો સલમાન ખાનની ચિંતા તો વધે પરંતુ બિગબોસના મેકર્સની બાજી દાવ પર લાગી જશે, જેથી કરીને હવે સલમાનના ચાહકો અને બિગબોસના મેકર્સ આશા સેવી રહ્યા છે કે આ વખતે સલમાનને કોર્ટ રાહત આપે જેથી કરીને શો પર કોઈ માઠી અસર ન પડે.
ઉલ્લેખનીય છે કે, સુપર સ્ટાર સલમાન ખાને પ્રથમ વખત હાજરી માફીની અપીલ કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી પરંતુ ત્યાર બાદ ફરીથી કોર્ટએ સલમાનને હાજરી આપવા જણાવ્યું હતું .ત્યારે આ મામલે હવે આ મહિનાના અંત સુધીમાં નવી સુવાનણી થઈ શકે છે.
સાહીન-