સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિવાદનો વિષય બન્યા – પીએમ મોદીને રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા અંગે લખ્યો લેટર
- રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા PM મોદીને સુબ્રમણ્યમ સ્વામીનો પત્ર
- સુબ્રહ્મણ્યમ સ્વામી વિવાદનો વિષય બન્યા
- સર્જાયો આ બાબતે નવો વિવાદ
- રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોર દ્રારા લખાયેલ છે
નવી દિલ્હીઃ – ભારતનું રાષ્ટ્ર ગીત જન ગણ મન… કે જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચવામામં આવ્યું હતું જે વર્ષોથી ભારતની આન બાન અને શાન ગણાય છે અને દરેક ખુશીના પ્રસંગે અને વર્ષમાં બે વખત આવતા દેશ ભક્તિના દિવસે અવશ્યપણે તેનું ગાન થાય છે. હવે વિચારો કે વર્ષોની આ પંરપરામાં જ્યારે કોઈ દખલ કરવાની વાત કરે તો શું થાય,ચોક્કસ વિવાદ સર્જાય જ.
આજ રીતે ભાજપના નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામી ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે, નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દેશના વડા પ્રદાન નરેન્દ્ર મોદીને એક ખાસ પત્ર લખ્યો છએ, અને આ પત્રમાં તેમણે આપણા દેશના રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માગણી છે, એટલું જ નહી આ પત્રને તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પ્રકાશીત કર્યો છે, બસ આ મુદ્દાને લઈને તેઓ એક વખત ફરી વિવાદમાં સંપડાયા છે.
The Subhash Bose modified Jana Gana Mana national anthem must replace the Original Tagore version adopted in 1949.The INA adopted version is more patriotic and accurate. In the Constituent Assembly while concluding Rajendra Prasad announced that its verses can be amended
— Subramanian Swamy (@Swamy39) November 30, 2020
પીએમ મોદીને લખેલા પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ આલેખ્યું છે કે, ‘1949ના નવેંબરની 26મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા મતદાન લીધા વગર જન ગણ મન… ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો કે તેમણે એ વાતની શક્યતાઓ ગઠન કરી હતી કે આવનારા ભવિષ્યમાં દેશના સંસદ આ ગીતના શબ્દોમાં ફેરફાર કરી પણ શકે છે, ખરેખરમાં આ ગીત 1912માં ભારત આવેલા બ્રિટનના રાજવીના માનમાં રચવામાં આવ્યું હતું. નોબેલ પારિતોષિક વિજેતા ગીતકાર કવિ રવીન્દ્રનાથ ટાગોર દ્રારા તેની રચના કરવામાં આવી જેને પ્રથમ વખત વર્ષ 1911 ના ડિસેંબર મહિનાની 27 તારીખ એ ગવાયું હતું. આ ગીતમાં ઉચ્ચાર કરવામાં આવેલા કેટલાક સ્થળો હવે આપણા દેશમાં નથી અને ઘણાં સ્થળોના તો નામ પણ બદલાઇ ચૂક્યાં છે. આવા સંજોગોમાં આ ગીતના શબ્દોમાં હવે ફેરફાર કરીને નવું ગીત તૈયાર કરવું જોઇએ.
My letter to PM Modi on Jana Gana Mana pic.twitter.com/qc1KnLDb2g
— Subramanian Swamy (@Swamy39) December 1, 2020
આ સમગ્ર બાબતે અત્યાર સુધી રાજકીય પક્ષ કે નેતા તરફથી કોઇ પ્રતિભાવ કે ટિપ્પણી આપવામાં આવી નથી ,
સાહિન-