કેન્દ્ર સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો -કર્મચારીઓને તહેવારમાં 10 હજારનું એડવાન્સ અને એલટીસીના બદલે અપાશે કેસ વાઉચર્શ
- નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફોરન્સ યોજી
- આ કોન્ફોરન્સમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા
- કર્મોને 10 હજાર એડવાન્સ પણ આપવામાં આવશે
- કર્મચારીઓને એલટીસીના બદલે અપાશે કેસ વાઉચર્શ
કેન્દ્ર સરકારએ અર્થવ્યસ્થામાં માંગને વધારવા માટે આજે મહત્વપૂર્ણ કેટલા નિર્ણયો લીધા છે,નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે એક પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે, અર્થ વ્યવસ્થામાં માંગને વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ પલગા લીધા છે,માંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર રાહક ખર્ચ અને મૂડી ખર્ચ વધારવા અનેક અસરકારક ઉપાયો કરી રહી છે. સરકાર એલટીસી કેશ વાઉચર્સ અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ લાવી છે.
કર્મીઓ માટે સરકારે 4 મહત્વના પગલા લીધા છે
- સરકારી કર્મનચારીઓને એલટીસીના બદલે કેશ વાઉચર્સ આપવામાં આવશે
- કર્મચારીઓને તહેવાર માટે એડવાન્સ આપવામાં આવશે
- રાજ્ય સરકારને 50 વર્ષ સુધી વ્યાજ વગર લોન આપવામાં આવશે
- બજેટમાં નિર્ધારિત મૂડી ખર્ચ ઉપરાંત, કેન્દ્ર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે પર વધુ 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે
તેમણે આ બાબતે આશા વ્યક્ત કરી કે આ લીધેલા તમામ પગલાઓથી 31 માર્ચ 2021 સુધીમાં અર્થવ્યવસ્થામાં આશરે 73 હજાર કરોડ રૂપિયાની માંગ ઉત્પન્ન થશે. તેમણે કહ્યું કે, જો ખાનગી ક્ષેત્ર પણ તેમના કર્મચારીઓને રાહત આપે છે, તો અર્થવ્યવસ્થામાં કુલ માંગ રૂપિયા 1 લાખ કરોડને પાર થઈ શકે છે.
ટ્રાવેલ લીવ એલાઉન્સની કેશ વાઉચર્સ યોજના સરકાર દ્વારા લાવવામાં આવી છે. આ અંતર્ગત સરકારી કર્મચારીને એક રોકડ વાઉચર મળશે જેમાંથી તેઓ ખર્ચ કરી શકશે અને આનાથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. પીએસયુ અને જાહેર બેંકોના કર્મચારીઓને પણ આનો લાભ મળશે.
એલટીસીના બદલામાં રોકડ ચુકવણી જે ડિજિટલ હશે. જે 2018-21 માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે અને તે કરમુક્ત રહેશે. આ માટે, કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. તેવી જ રીતે, માલ અથવા સેવાઓ જીએસટી વેન્ડરથી લેવુ પડશે, અને ચુકવણી ડિજિટલ હોવી જોઈએ, નાણાંમંત્રી જણાવ્યું હતું કે,આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા માંગ અર્થતંત્રમાં લગભગ 28 હજાર કરોડ રૂપિયાની આવક થશે.
સાહીન-