1. Home
  2. revoinews
  3. કાશ્મીરમાં હિંદુઓ પર સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, કહ્યું- હતા બંધુઆ મજૂર
કાશ્મીરમાં હિંદુઓ પર સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, કહ્યું- હતા બંધુઆ મજૂર

કાશ્મીરમાં હિંદુઓ પર સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, કહ્યું- હતા બંધુઆ મજૂર

0
Social Share
  • જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો
  • સ્મૃતિ ઈરાનીએ સહારનપુરમાં સાધ્યું કોંગ્રેસ પર નિશાન
  • કાશ્મીરના હિંદુઓ અને દલિતો પર આપ્યું મહત્વનું નિવેદન

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કલમ-370ના અસરહીન કરવાના કારણો પર આક્રમક શૈલીમાં પ્રકાશ પાડતા લોકો સાથે સીધા સંવાદમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કલમ-370 ગકોઈ જેલથી ઓછી ન હતી. કાશ્મીરમાં હિંદુ અને દલિતો બંધુઆ મજૂર હતા.

સ્મૃતિ ઈરાની રવિવારે સહારનપુરમાં રાષ્ટ્રીય એકતા કાર્યક્રમ હેઠળ જનજાગરણ અને પ્રબુદ્ધ ગોષ્ઠિને સંબોધિત કરી રહ્યા હતા. તે વખતે તેમણે ઉદ્યોગ માટે સહયોગનો ભરોસો પણ આપ્યો હતો. કાર્યક્રમ બાદ સ્મૃતિ ઈરાની શહીદ ભગતસિંહના ભત્રીજા અને યોગગુરુ ભારતભૂષણને મળ્યા અને શહેરના પાંચ મોહલ્લામાં જઈને કલમ-370 પર લોકોને જાગરૂક પણ કર્યા હતા.

કેન્દ્રીય ટેક્સટાઈ, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જનમંચમાં આયોજીત કાર્યક્રમમાં 23 મિનિટ સુધી ધુઆંધાર ભાષણમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ સરકાર બનતા પહેલા જ સંસદના સંત્રમાં કાશ્મીરમાં કલમ-370ને હટાવીને દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરી છે. હવે આપણો દેશ ખંડિત નહીં થાય. પહેલા જમ્મુ-કાસ્મીરના બે ઝંડા હતા, પરંતુ હવે આપણી પેઢીઓ માત્ર ત્યાં તિરંગો જ ફરકતો જોશે. હવે દેશમાં એક વિધાન અને એક પ્રધાન જ રહેશે.

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે 25 જાન્યુઆરી-1990ના રોજ એરફોર્સના 40 જવાનો કાશ્મીરમાં ડ્યૂટી પર જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં બે જવાનો શહીદ થયા હતા.

શહીદ-એ-આઝમ ભગતસિંહના પત્ર, વસ્ત્ર અને ભગતસિંહનો અસ્થિકળશ જોઈને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ભાવુક થયા હતા. તેમણે શહીદ એ આઝમ ભગતસિંહનો અસ્થિકળશ માથે લગાવ્યો હતો. પરિવાર સાથે લાંબા સમય સુધી વાતચીત પણ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code