1. Home
  2. સેન્સેક્સ 90 પોઇન્ટ્સ ઘટીને 37,000ની નીચે, જેટ એરવેઝનો શેર 13% ગગડ્યો

સેન્સેક્સ 90 પોઇન્ટ્સ ઘટીને 37,000ની નીચે, જેટ એરવેઝનો શેર 13% ગગડ્યો

0

શેરબજારની શરૂઆત હળવા વધારા સાથે થઈ પરંતુ થોડીવારમાં જ તેમાં ઘટાડો થઈ ગયો. સેન્સેક્સ 56 પોઇન્ટ્સ સાથે 37,146.58 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન વધારો ગુમાવીને 92 પોઇન્ટ્સ નીચે આવી ગયો. સેન્સેક્સ 36,998.44ના નીચલા અને 37,146.58ના ઉપલા સ્તરે પહોંચ્યો. નિફ્ટીની શરૂઆત 3 પોઇન્ટ ઉપર 11,151.65 પર થઈ. ટ્રેડિંગ દરમિયાન 39 પોઇન્ટ્સ પછડાઈને 11,109.20 પર આવી ગયો.  

NSE પર જેટ એરવેઝનો શેર 13% ઘટીને 121 રૂપિયા પર આવી ગયો. એરલાઇને સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે કે ડેપ્યુટી સીઇઓ અને સીએફઓ અમિત અગ્રવાલે પર્સનલ કારણોથી સોમવારે રાજીનામું આપી દીધું.

સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 32 શેર્સમાં નુકસાન નોંધવામાં આવ્યું. ટાટા સ્ટીલ અને ઓએનજીસીના શેર 1.5-1.5 ટકા ગગડી ગયા. એચસીએલ ટેક અને ઇન્ફોસિસના સેર્સમાં 1-1 ટકાનો ઘટાડો થયો છે.

બજારના ઘટાડાથી વિપરીત સન ફાર્મા, વેદાંતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અન આઇટીસીના શેર્સમાં ખરીદી થઈ રહી છે. ટ્રેડિંગ દરમિયાન સન ફાર્મામાં 4% અને વેદાંતામાં 2.5%ની તેજી નોંધવામાં આવી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.