1. Home
  2. revoinews
  3. અમદાવાદ-કેવડીયા વચ્ચે શરુ થશે સી-પ્લેન સેવા, પીએમ મોદી લીલી ઝંડી બતાવશે
અમદાવાદ-કેવડીયા વચ્ચે શરુ થશે સી-પ્લેન સેવા, પીએમ મોદી લીલી ઝંડી બતાવશે

અમદાવાદ-કેવડીયા વચ્ચે શરુ થશે સી-પ્લેન સેવા, પીએમ મોદી લીલી ઝંડી બતાવશે

0
Social Share
  • કેનેડાથી સાબરમતી લવાશે 2 સી-પ્લેન
  • પ્લેન સાથે 2 વિદેશી પાયલટ આવશે
  • 31મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે
  •  અમદાવાદથી કેવડિયા માટે સી-પ્લેન સેવા શરુ થશે
  • 4 હજાર 800 રુપિયા હશે તેનું ભાડુ
  • રોજ 4 ફ્લાઈટ અમદાવાદથી ઉપડશે

દેશના પીએમ મોદીએ દેશને વિકાસ તરફ એક મહત્વોનો વેગ આપ્યો છે, દરેક મોર્ચે પીએમ દ્વારા મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે,અનેક સેવાયઓ અને યોજનાઓ વિકસાવવામાં આવી રહી છે, ત્યારે હવે આ મહિનાના અંતની 31 તારીખે વડાપ્રધાન મોદી સી-પ્લેનને લીલી ઝંડી બતાવશે, પીએમ મોદી ગુજરાત આવી પહોંચશે જ્યા અમનદાવાદ સાબરમતી સી પ્લેન દ્રારા કેવડીયાનો સફર ખેડશે.

હાલ અમદાવાદ સાબરમતી ખાતે સી-પ્લેનની તડામાર તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે, સાબરમતી ફ્લોટીંગ જેટી ફીટ કર્યા પછી હવે ગેગ-વે પણ લાવવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનના મારફત પીએમ મોદી કેવડિયા ખાતે જવા માટે રવાના થશે, પીએમ મોદીના હસ્તે સી પ્લેનની સેવાને લીલી ઝંડી બતાવાશે.

હવે સી-પ્લેનની સેવાઓનો લાભ સામાન્ય જનતા પણ લી શકશે, 18 સીટ ઘરાવતા સી પ્લેનની સેવા અમદાવાદથી કેવડીયા સુધી શરુ થનાર છે,જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેનો હવે અંત આવશે. દરરોજ 4 ફ્લાઈટની સેવા પુરી પાડવામાં આવશે આ માટેનો ટિકિટ દર 4 હજાર 800 જેટલો નક્કી કરવામાં આવ્યો છે

અમદાવાદ સેવામાં જોડાનારા આ બે સી પ્લેન કેનેડાથી લાવવામાં આવનાર છે.તેની સાથે બે વિદેશી પાયલટ પણ આવશે, ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબરથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન ની સેવા શરૂ થવા જઈ રહી છે.

શું છે આ સી-પ્લેનની ખાસિયતો

  • 31 તારીખે અમનદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવા શરુ થશે
  • આ પ્લેનની ટિકિટનો દર 4 હદાર 800 રુપિયા હશે
  • દરરોજ અનદાવાદ સાબરમતીથી 4 ફ્લાઈટ ઉપડશે
  • 18 સીટરનું હશે આ સી-પ્લેન
  • સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થશે આ સી પ્લેન
  • વિદેશી પાયલટ પણ કેનેડાથી ભારત આવશે
  • પ્લેનમાં બે વિદેશી પાયલટ પણ ભારત આવશે
  • 6 મહિના સુધી વિદેશી પાયલય પાઈલટ-ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલિમ આપશે
  • 220 કિમીની યાત્રા હવે 45 મિનિટમાં જ પુરી થશે
  • સવારે 8 વાગ્યે સાબરમતી પરથી ઉપડશે પ્લેન
  • હાલ થોડા સમય માટે આ સેવા નોન શિડ્યુલ ફ્લાઈટ તરીકે ઓપરેટ થશે
  • યાત્રીઓનો સહયોગ જોતા 1 વર્ષમાં શિડ્યુલ નક્કી કરાશે
  • એક સાથે 14 યાત્રીઓ કરશે મુસાફરી

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code