1. Home
  2. revoinews
  3. SBI ના ગ્રાહકો હવે કાંડા ઘડીયાળથી કરી શકશે પેમેન્ટ – કાર્ડના ટેન્શનમાંથી છૂટકારો
SBI ના ગ્રાહકો હવે કાંડા ઘડીયાળથી કરી શકશે પેમેન્ટ – કાર્ડના ટેન્શનમાંથી છૂટકારો

SBI ના ગ્રાહકો હવે કાંડા ઘડીયાળથી કરી શકશે પેમેન્ટ – કાર્ડના ટેન્શનમાંથી છૂટકારો

0
Social Share
  • એસબીઆઈના ગ્રાહકો માટે નવી સુવિધા
  • ઘડીયાળથી કરી શકાશે 2 હજાર સુધીનું પેમેન્ટ
  • કોન્ટેકલેસ પેમેન્ચ માટે SBI એ ટાઈટન કંપની સાથે કરાર કર્યો
  • ઘડીયાળની કિમંત 2995 રુિપયા

સમગ્ર દેશમાં કોરોના સંકટ વર્તાઈ રહ્યું છે, કોરોના સંકટમાં, સેન્ટ્રલ રિઝર્વ બેંક દ્વારા ડિજિટલ ટ્રાંઝેક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, આવા સમયે ખરીદી કરતી વખતે કોન્ટેક્ટમાં આવ્યા વિના પૈસાની ચૂકવણી કરવા બાબતે જોર આપવામાં આવી રહ્યું છે, ત્યારે સંપર્ક વિનાની ચૂકવણી માટે હવે સરકારી તેમજ ખાનગી બેંકો દ્વારા અનેક મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે.

કોરોના કાળમાં હેવ દેશની નામાકિંત સરકારી બેંક એસબીઆઇએ એક અનોખી પહેલ કરી છે. એસબીઆઇએ ઘડિયાળની ટાઈટન કંપની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ટાઇટન પંકની એવી ઘડિયાળો આપશે કે જેના થકી કોન્ટેક્ટમાં આવ્યા વગર ચુકવણીની સુવિધા પૂરી પાડવાની સક્ષતા ધરાવશે છે.

ડિજીટલ પેમેન્ટ માટે એસબીઆઈએ ટાઈટન વોચ કંપની સાથે કરાર કર્યો

  • આ ઘડીયાળના આવવાથી હવે તમારે માર્કેટમાં કે કોઈ પણ ખરીદી કરતી વખતે તે જગ્યાએ પેમેન્ટ કરવા માટે કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં.
  • આ ઘડિયાળો તેની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન એસબીઆઈ યોનોથી સજ્જ થયેલ છે.
  • આ ઘડિયાળની મદદથી હવે ગ્રાહકો પોઇન્ટ ઓફ સેલ એટલે કે, પીઓએસ મશીનોમાંથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરી શકશે
  • આ ઘડીયાળની મદદથી એસબીઆઇ કાર્ડને સ્વાઇપ કરવાની કે મનશીનમાં દાખલ કરવાની કોઈ જરૂર નહી પડે.
  • પિન શામેલ કર્યા વિના 2000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે.
  • ઘડિયાળના પટ્ટા પાસે સુરક્ષિત સર્ટિફાઈડ નિયર-ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) ચિપ છે
  • આ ચીપ જે સ્ટાન્ડર્ડ કોન્ટેક્લેસ એસબીઆઇ ડેબિટ કાર્ડના તમામ કાર્યોને સક્ષમ કરે છે.
  • ટાઈટનની આ વગર સંપર્કે પેમેન્ટ કરવાનું ફિચર ધરાવતી ઘડીયાળની કિમંતની 2 હજાર 995 રુપિયા છેે
  • ઘડીયાળમાં મેન અને વુમેન માટે અલગ એલગ સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવી છે

એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, આ સુવિધાનો લાભ મેળવવા માટે ગ્રાહકે યોનો ના રજીસ્ટર યુઝર્સ હોવું જરુરી છે,સ ઉલ્લેખનીય છે કે, યોનોના 260 મિલિયન યુઝર્સ છે. ટાઇટન ઘડિયાળમાં આ સ્થિત આ પેમેન્ટ ફિચરને દેશભરમાં 20 લાખથી પણ વધુ સંપર્ક વિનાના માસ્ટરકાર્ડ ઈનેબલ્ડ પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનોમાં યૂઝ કરી શકાય છે, હવેથી આ ઘડીયાળ પાવરનારા લોકો પેમેન્ટ વગર સંપર્કમાં રહીને કરી શકશે. કોરોનાકાળમાં આ ખુબ જરુરપી છે કે લોકોથી શારિરીક અંતર જાળવીએ અને સુરક્ષિત રહીએ ત્ય.ારે આ દિશામાં એસબીઆઈ બેંકે આ મહત્વનું પગલુ ભર્યું છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code