1. Home
  2. revoinews
  3. એર ઇન્ડિયા થઇ શકે છે દેવામુક્ત, સરકાર દેવું ભરવા કરી રહી છે વિચાર

એર ઇન્ડિયા થઇ શકે છે દેવામુક્ત, સરકાર દેવું ભરવા કરી રહી છે વિચાર

0
Social Share
  • એર ઇન્ડિયાના વેચાણ પ્રત્યેનું સરકારે પોતાનું શરૂઆતી વલણ બદલ્યું
  • હવે સરકાર એર ઇન્ડિયાના દેવાને પોતાને માથે લેવા માટે વિચારી રહી છે
  • એરલાઇન પર કુલ દેવું રૂ.60,00 કરોડ જેટલું છે

સરકાર હવે પોતાના શરૂઆતી વલણથી અલગ માર્ગ અપનાવીને એર ઇન્ડિયાના દેવાને પોતાને માથે લેવા માટે વિચાર કરી રહી છે. આ એરલાઇન પર દેવું વધીને આશરે રૂ.23,286 કરોડ થઇ ગયું છે. ખાસ કરીને વિમાનો ખરીદવાને કારણે આ દેવામાં વધારો થયો છે. જો કે કુલ દેવું રૂ.60,000 કરોડ જેટલું છે.

હાલમાં સરકારને એરલાઇનના ખરીદનારને શોધવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસને કારણે પરિવહન સેવા ઠપ્પ થઇ જતા વિમાન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે જેને કારણે ખરીદદાર મળવો મુશ્કેલ છે.

વર્તમાન સમયમાં એર ઇન્ડિયા પાસે 32 વિમાન છે અને 37 વિમાન લીઝ પર છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના 16 વિમાન ફાઇનાન્સ લીઝ પર છે. એર ઇન્ડિયાની નાણાકીય સ્થિતિથી વાકેફ નિષ્ણાતો કહે છે કે એરક્રાફ્ટથી સંબંધિત એર ઇન્ડિયાનું દેવું રૂ.16,000 કરોડ છે, એ ઇન્ડિયા એક્સપ્રેસ માટે તે 1100 કરોડ છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 2018 દરમિયાન મળેલ નિષ્ફળતાને પગલે એર ઇન્ડિયાના વેચાણની શરતોમાં રાહત આપવામાં આવી છે. વેચાણ દસ્તાવેજ અનુસાર સરકાર કુલ દેવું અને જવાબદારીઓમાંથી 30 ટકા વહન કરશે. મોટા ફેરફાર સાથે સરકારે કુલ રૂ.23,286.50 કરોડનો લોન નવા માલિક પર થોપવાની યોજના બનાવી છે જ્યારે હાલની જવાબદારીઓ ખુદ સરકાર વહન કરશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code