1. Home
  2. revoinews
  3. સંજય દત્તે કેન્સરને આપી મ્હાત, બાળકોના જન્મદિન નિમિતે સોશિયલ મીડિયા પર શેર કરી આ માહિતી
સંજય દત્તે કેન્સરને આપી મ્હાત, બાળકોના જન્મદિન નિમિતે સોશિયલ મીડિયા પર શેર કરી આ માહિતી

સંજય દત્તે કેન્સરને આપી મ્હાત, બાળકોના જન્મદિન નિમિતે સોશિયલ મીડિયા પર શેર કરી આ માહિતી

0
Social Share
  • સંજય દત્તે કેન્સરને આપી મ્હાત
  • સોશિયલ મીડિયા પર શેર કરી આ માહિતી
  • સંજય દત્તે તમામ લોકોનો માન્યો આભાર

અમદાવાદ: સંજય દત્તે તેના ફેંસને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેમણે કેન્સરને મ્હાત આપી દીધી છે. સંજય દત્ત થોડા સમય માટે ફેફસાના કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના જુડવા બાળકોના જન્મદિન પર તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી..

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘છેલ્લા કેટલાક અઠવાડિયા મારા પરિવાર માટે અને મારા માટે ખૂબ મુશ્કેલ હતા, પરંતુ એવું કહેવાય છે ને કે, ભગવાન પોતાના મજબૂત સૈનિકોને સૌથી કઠિન લડત આપે છે. આજે મારા બાળકોના જન્મદિવસ પ્રસંગે, હું આ લડાઈ જીતીને ખુશ છું. અને મારા પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શ્રેષ્ઠ ઉપહાર આપવા સક્ષમ છું. ‘

સંજય દત્તે આગળ લખ્યું છે કે ‘તમારા બધાના અતૂટ વિશ્વાસ અને સમર્થન વિના આ શક્ય ન હોત. હું મારા પરિવાર,મિત્રો અને બધા ફેંસનો આભારી છું કે, જેઓ આ પ્રયાસ દરમિયાન મારી સાથે ઉભા રહ્યા અને મારી તાકાત બન્યા. પ્રેમ,દયા અને અસંખ્ય આશીર્વાદ માટે આભાર.’ જે તમે મારા માટે મોકલ્યા હતા.

સંજય દત્તે ડોકટરોનો આભાર માનીને લખ્યું કે ‘હું ખાસ કરીને ડો. સેવંતી અને કોકિલાબેન હોસ્પિટલના ડોકટરો, નર્સો અને મેડિકલ સ્ટાફની ટીમનો આભારી છું, જેમણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં મારી આટલી સારી સાર-સંભાળ લીધી. વિનમ્ર અને આભારી. ‘

જો ફિલ્મો વિશે વાત કરીએ તો સંજય દત્ત હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સડક 2’ માં જોવા મળ્યા હતા. 61 વર્ષીય સંજય દત્તે 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં સંજય દત્ત પાસે ‘શમશેરા’, ‘કેજીએફ 2’, ‘પૃથ્વીરાજ’ અને ‘તોરબાઝ’ સહિતની અન્ય ફિલ્મો છે. સ્વસ્થ થયા પછી જલ્દીથી તે શૂટિંગ શરૂ કરશે.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code