એરસ્ટ્રાઈકનું પ્લાનિંગ કરનાર સામંત ગોયલ રૉના નવા ચીફ, કાશ્મીર મુદ્દાના વિશેષજ્ઞ અરવિંદ કુમાર આઈબીના પ્રમુખ
નરેન્દ્ર મોદી સરકારે 1984ની બેચના આઈપીએસ અધિકારી સામંત ગોયલને ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રૉના પ્રમુખ બનાવ્યા છે. અનિલ કુમાર ધસ્માનાનું સ્થાન નવા રૉ ચીફ તરીકે સામંત ગોયલ લેશે. ધસ્માના અઢી વર્ષની શાનદાર સેવા બાદ રિટાયર થઈ રહ્યા છે. 1990ના તબક્કામાં જ્યારે પંજાબ ઉગ્રવાદની ઝપટમાં હતો, ત્યારે સામંત ગોયલે પ્રશંસનીય કાર્ય કરીને ઉગ્રવાદની વિરુદ્ધ ઘણાં અભિયાનો ચલાવ્યા હતા.
જ્યારે આઈપીએસ અરવિંદ કુમારને ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર પદે મોદી સરકારે નિમ્યા છે.
જણાવવામાં આવે છે કે પંજાબ કેડરના આઈપીએસ અધિકારી સામંત ગોયલે જ બાલાકોટ એરસ્ટ્રાઈકનું સમગ્ર પ્લાનિંગ કર્યું હતું.
જ્યારે ઈન્ટેલિજન્સ બ્યૂરોના નવા ડાયરેક્ટર અરવિંદ કુમારને કાશ્મીર મામલાના વિશેષજ્ઞ માનવામાં આવે છે. હાલ અરવિંદ કુમાર આ વિભાગમાં વિશેષ સચિવ કાશ્મીરના પદ પર કાર્યરત છે. અરવિંદ કુમાર 1984ની બેચના આસામ-મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી છે.