1. Home
  2. માઉન્ટ એવરેસ્ટ પર 6331 મીટરની ઊંચાઈએ રમવામાં આવી રગ્બી મેચ, બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ

માઉન્ટ એવરેસ્ટ પર 6331 મીટરની ઊંચાઈએ રમવામાં આવી રગ્બી મેચ, બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ

0

કાઠમંડુ: દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર રગ્બી મેચ રમવામાં આવી. 6331 મીટર (20 હજાર 771 ફૂટ)ની ઊંચાઈ પર રમવામાં આવેલી આ એક ચેરિટી મેચ હતી. આ મેચ ઇસ્ટ રોંગબુક ગ્લેશિયર પર રમવામાં આવી. આ પહેલીવાર છે જ્યારે આટલી ઊંચાઈ પર રગ્બી રમવામાં આવી. તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવી.

મેચનો ઉદ્દેશ એક બિનકાયદેસર સંગઠન વૂડન સ્પૂન માટે પૈસા ભેગા કરવાનો હતો. આ સંગઠન વિકલાંગ બાળકો માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવે છે. મેચ દ્વારા 2 લાખ 50 હજાર પાઉન્ડ (આશરે 2 કરોડ 27 લાખ) રૂપિયા ભેગા કરવામાં આવ્યા.

મેચ માટે બે ટીમ્સ બનાવવામાં આવી, દરેક ટીમમાં 7 ખેલાડીઓ હતા. ઊંચાઈના કારણે ખેલાડીઓને થાક લાગ્યો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ. એક ટીમના કેપ્ટન વિલિયમે કહ્યું કે જ્યાં અમે રમી રહ્યા હતા, ત્યાં અદ્ભુત દ્રશ્ય હતું પરંતુ પરિસ્થિતિઓ ઘણી વિપરીત હતી. ત્યાં રમવું ઘણું મુશ્કેલ હતું. જો તમે ત્યાં દોડો તો હાંફી જાઓ અને રિકવર થવામાં 10 મિનિટ લાગે છે. વિલિયમે એમ પણ કહ્યું કે મેચમાં તમામે 100% આપ્યા હતા. આ કેટલીક શ્રેષ્ઠ મેચોમાંની એક હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.