1. Home
  2. revoinews
  3. RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયાને સમજાવ્યો સંઘનો દ્રષ્ટિકોણ અને તેનું મહત્વ
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયાને સમજાવ્યો સંઘનો દ્રષ્ટિકોણ અને તેનું મહત્વ

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયાને સમજાવ્યો સંઘનો દ્રષ્ટિકોણ અને તેનું મહત્વ

0
Social Share
  • સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિદેશી મીડિયા સાથે વાતચીત
  • Know The RSS કાર્યક્રમ હેઠળ મોહન ભાગવતે કરી વાતચીત
  • આરએસએસ સામેના પ્રોપેગેન્ડાને ધ્વસ્ત કરવાની રણનીતિ

તાજેતરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયા સાથે સંપર્ક સાધતા આરએસએસનો પક્ષ સામે રજૂ કર્યો છે અને પોતાની વાતચીતમાં તેમણે સંઘની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠ્ઠાણા વિરુદ્ધ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મોહન ભાગવતે આરએસએસ કો જાનો (Know The RSS) કાર્યક્રમ હેઠળ લગભગ અઢી કલાક સુધી વિદેશી મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે આ વાતચીત દરમિયાન કાશ્મીર, હિંદુ રાષ્ટ્ર, હિંદુત્વ, મોબ લિંચિંગ અને એનઆરસી જેવા જ્વલંત મુદ્દાઓ પર ખુલીને સંઘનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.

આ વાતચીત દરમિયાન અમેરિકા, જર્મની, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન, ઈટાલી, નેપાળ સહીત 30 દેશોના લગભગ 50 પત્રકારોએ સંઘ પ્રમુખને ત્રણ ડઝન સવાલ પુછયા હતા. કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવત સિવાય સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશી, સહસરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્ય, ડૉ. કૃષ્ણ ગોપાલ, ઉત્તરીય ક્ષેત્ર સંઘચાલક બજરંગલાલ ગુપ્ત, દિલ્હી પ્રાંતના સંઘચાલક કુલભૂષણ આહુજા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત હતા.

આરએસએસ પ્રમુખે વિદેશી મીડિયા સાથેની વાતચીતમાં એ સ્પષ્ટતા કરી હતી કે સંઘ મોબ લિંચિંગ જ નહં, પરંતુ નિર્દોષ વ્યક્તિઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની હિંસાની વિરુદ્ધ છે. તેમણે એમ પણ જણાવ્યુ કે જો કોઈપણ સ્વયંસેવક આવા પ્રકારના અપરાધમાં દોષિત હોવાનું સામે આવે છે, તો તેને બહાર કરી દેવામાં આવશે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન મોહન ભાગવતે કહ્યુ કે ભારત મૂળભૂત રીતે હિંદુ રાષ્ટ્ર છે અને ભારત સિવાય હિંદુઓ માટે કોઈ અન્ય સ્થાન નથી. જ્યારે તેમને એમ પુછવામાં આવ્યું કે ભારતમાં સતત વધી રહેલી ભીડની હિંસાની ઘટનાઓની પાછળ તેમનું શું કહેવું છે અને સંઘનો આની પાછળ કેટલો હાથ છે? આ સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ ક્હ્યુ હતુ કે ભીડ હિંસા છોડો, સંઘ કોઈપણ પ્રકારની હિંસાનું સમર્થન કરતું નથી. સ્વયંસેવકોએ પણ આને રોકવામાં સહયોગ કરવો જોઈએ. જો કોઈ સ્વયંસેવક આ કામમાં સંડોવાયેલો હોવાનું સામે આવશે, તો તેને તાત્કાલિક હાંકી કાઢવામાં આવશે.

મોહન ભાગવતને જ્યારે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી અસરહીન કરવામાં આવેલા અનુચ્છેદ-370 સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો કે હવે કાશ્મીરીઓનું દેશની સાથેનું અંતર ઓછું થશે. પહેલા કાશ્મીરીઓને અલગ-થલગ કરવાની કોશિશ થઈ હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતનું અંગ છે. આની સાથે સંબંધિત પ્રસ્તાવ ઘણીવાર સંસદમાં પારીત થયો છે. આ નિર્ણયથી કાશ્મીરીઓને પોતાની નોકરી-જમીન ખોવાનો ડર હોવો જોઈએ નહીં. કાશ્મીરના લોકો દેશના વિકાસના મુખ્યપ્રવાહામાં જોડાશે અને તે યોગ્ય અર્થોમાં વિકાસમાં ભાગીદાર બનશે.

આ સિવાય જ્યારે તેમને રામમંદિર સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો મોહન ભાગવતે કહ્યુ કે રામમંદિર કોઈપણ ધર્મ વિશેષ અથવા પૂજાપાઠ સાથે જોડાયેલો મામલો નથી. પ્રભુરામ આ દેશના સાંસ્કૃતિક પ્રતીક છે. તેમનો અયોધ્યામાં જન્મ થયો અને તેમના જન્મસ્થાન પર મંદિર બનાવવું અવશ્યભાવી છે.

મોહન ભાગવતને પત્રકારો દ્વારા પુછવામાં આવેલા દરેક પ્રશ્નોના તેમણે નિસંસ્કોચ ઉત્તર આપ્યા હતા. એનઆરસીના મુદ્દા પર પણ તેમણે બુદ્ધિજીવીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રોપેગેન્ડાને ધ્વસ્ત કરતા કહ્યુ કે એનઆરસી બહારી લોકોને ખદેડવા માટે નહીં, પરંતુ ચિન્હિત કરવા માટે છે. ચાહે હિંદુ હોય અથવા મુસ્લિમ, કોઈને પણ કાઢવામાં નહીં આવે. તમામ દેશ પોતાને ત્યાં બહારી લોકોને ચિન્હિત કરે છે, ભારતમાં પણ આ પ્રક્રિયા અપનાવાય છે. આ આશયની પહેલ તો સૌથી પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના સમયે પણ થઈ હતી.

આ સિવાય ચાહે સમલૈંગિકતા પર  પોતાના વિચાર સ્પષ્ટ કરવાના હોય અથવા ચીનની સાથે સંબંધમાં પોતાના વિચાર સામે મૂકવાના હોય, મોહન ભાગવતે તમામ પ્રશ્નોના સારી રીતે ઉત્તર આપ્યા હતા. તેમણે પોતાનો ઉદાર પક્ષ પણ મીડિયાની સામે રજૂ કર્યો હતો અને તેની સાથે જ તેમણે પોતાની વાતોથી એ પણ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રહિતથી કોપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. સમાન નાગરીક સંહિતાના વિષય પર તેમના વિચારથી આ વાત વધારે સ્પષ્ટ થઈ જાય છે. તેમણે કહ્યુ કે સમાન નાગરીક સંહિતા પર દેશમાં સામાન્ય સંમતિની જરૂરત છે અને સંઘ તેનું પ્રારંભથી જ સમર્થન કરી રહ્યો છે.

હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના પ્રબળ ટેકેદારોમાંથી એક રહેલા ડૉ. કેશવ બલિરામ હેડગેવારે એચઆરએના આદર્શોથી જ પ્રેરણા લઈને 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. ભલે સ્વતંત્રતા આંદોલનમાં તેમની ભાગીદારી મુખરપણે મર્યાદીત રહી હોય, પરંતુ આરએસએસનો મુખ્ય ઉદેસ્ય માત્ર અને માત્ર એક સશક્ત અને અખંડ ભારતનું નિર્માણ કરવાનો રહ્યો હતો. પરંતુ આરએસએસના મુખર સ્વભાવ અને લઘુમતી તુષ્ટિકરણ પ્રત્યે તેનું વિરોધી વલણ દેશના સત્તાધીશોને પસંદ પડયું નહીં અને તે શરૂઆતથી જ આરએસએસને અંગ્રેજોનું સમર્થક સિદ્ધ કરવાની કોશિશમાં લાગેલા રહ્યા હતા.

1948માં જ્યારે મહાત્મા ગાંધીની હત્યા થઈ, તો આરએસએસના ઘોર વિરોધી રહેલા જવાહરલાલ નહેરુના દબાણમાં કેન્દ્ર સરકારે આરએસએસ પર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ વિભાજન બાદ રાહત કાર્યો, કાશ્મીર પર આક્રમણખોરોના હુમલાને રોકવામાં ભારતીય સેનાની મદદ કરવી અને હૈદરાબાદ જેવા રાજ્યોના ભારતમાં વિલયમાં આરએસએસની ભૂમિકાને ધ્યાનમાં રાખતા તત્કાલિન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નિર્દેશ પર 1949માં આરએસએસ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

પરંતુ આરએસએસ પ્રત્યેની બુદ્ધિજીવીઓની નફરત ક્યારેય પણ સમાપ્ત થઈ નહીં. આરએસએસની વિરુદ્ધ વિશ્વભરમાં ખોટી ખબરો અને ભ્રામક તથ્ય ફેલાવવામાં આ ડાબેરી બુદ્ધિજીવીઓની મુખ્ય ભૂમિકા રહી છે. માટે વિશ્વભરમાં આરએસએસની છબીમાં સુધારો લાવવા માટે સરસંઘચાલક મોહન ભાગવતે વિદેશી મીડિયા સાથે વાતચીત કરી હતી. ઈવેન્ટના શરૂ થવાના કેટલાક દિવસો પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન સૂત્રો પ્રમાણે, એ ખબર પડી કે આ ઈવેન્ટનો મુખ્ય ઉદેશ્ય ભાજપના વૈચારીક ગુરુ ગણાતી સંસ્થા સંદર્ભે ખોટી ધારણાઓ છે, તેને દૂર કરવાનો છે. સંઘના એક પદાધિકારીએ કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય પત્રકાર મોટાભાગે પોતાના સંગઠનના પૂર્વગ્રહનો શિકાર હોય છે. જો તેઓ કોપણ ચીનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ પણ કરવા ચાહે, તો તેમને આમ કરવા દેવામાં આવતું નથી. તેવામાં આરએસએસ અને તેની વિચારધારાને લઈને ફેલાવવામાં આવતી ગેરમાન્યતાઓને દૂર કરવી અત્યંત આવશ્યક છે.

મોહન ભાગવતના આ પગલાથી માત્ર આખી દુનિયા જ સંઘના વિચારોથી અવગત થઈ નથી, પરંતુ સંઘની વિરુદ્ધ ફેલાવવામાં આવેલી ખોટી ધારણાઓ દૂર કરવાનું પણ કામ કરવામાં આવશે. હકીકતમાં ભાગવતે પોતાના આ કાર્યક્રમથી એક જ તીરથી બે નિશાન સાધ્યા છે. એક તરફ તેમણે વૈશ્વિક મીડિયામાંપોતાનો અસલી દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, તો બીજી તરફ તેમણે લિબરલ બુદ્ધિજીવીઓને તેમની વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા જૂઠ્ઠાણાઓને ધ્વસ્ત કરવાનો એક સાર્થક પ્રયાસ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code