Homerevoinewsડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની NCB દ્વારા ધરપકડ

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની NCB દ્વારા ધરપકડ

  • બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ
  • રિયા ચક્રવર્તીની એનસીબી દ્વારા ધરપકડ
  • ડ્રગ્સ પર ત્રણ દિવસની પૂછપરછ બાદ કરાઈ ધરપકડ
  • રિયાની ધરપકડ પર સુશાંતની બહેનનું ટવિટ

બોલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ હવે રિયાને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવશે. સમાચાર આવી રહ્યા છે કે રિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. માહિતી મુજબ,એનસીબીને રિયા વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે.

રિયાની સતત ત્રણ દિવસ પૂછપરછ કરવામાં આવી રહી હતી. પરંતુ સતત પૂછ્યા પછી પણ તે ઘણા સવાલોના જવાબ આપી શકી ન હતી. હવે ધરપકડ બાદ રિયાની મેડિકલ ટેસ્ટ કરાશે.

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને સતત ત્રીજા દિવસે મંગળવારે એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતથી જોડાયેલા માદક પદાર્થના મામલામાં પૂછપરછ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી સમક્ષ હાજર થઇ હતી. રિયા લગભગ સાડા દસ વાગ્યે દક્ષિણ મુંબઈની બલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબીની ઓફિસ પર પહોંચી હતી. આ દરમિયાન તેમની સુરક્ષા માટે મુંબઇ પોલીસનું વાહન કાર સાથે આગળ વધી રહ્યું હતું. નોંધનીય છે કે એનસીબીએ રિયાને રવિવારે છ કલાક અને સોમવારે આઠ કલાક પૂછપરછ કરી હતી.

રિયા ચક્રવર્તીની ધરપકડ નિશ્ચિત થયા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટવિટ કર્યું છે. એમાં તેણે લખ્યું કે, ભગવાન અમારી સાથે છે.

દેવાંશી-

RELATED ARTICLES

Most Popular

Recent Comments