ગુજરાતની પ્રાચીન ધરોહર હવે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે, રૂપાણી સરકારે હેરિટેજ પોલિસી કરી જાહેર
- રાજ્યની રૂપાણી સરકારે રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી કરી જાહેર
- હવે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે
- કિલ્લામાં હેરિટેજ મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ શરૂ કરી શકાશે
ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર હવે ચમકશે. તેનું કારણ એ છે કે રાજ્યની રૂપાણી સરકારે રાજ્યની પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પોલિસી જાહેર કરી છે. રાજ્યમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઇમારતો, ઝરુખાઓ, હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ શરૂ કરાશે. આપને જણાવી દઇએ કે 1 જાન્યુઆરી, 1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.
હેરિટેજ ટુરિઝમ પોલિસી
- રાજા રજવાડાના મહેલ અને કિલ્લામાં હેરિટેજ હોટલ શરૂ કરી શકાશે
- રાજ્યની ઐતિહાસિક વિરાસત વિશ્વ ટુરિઝમ મેપ પર ચમકશે
- કિલ્લામાં હેરિટેજ મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ શરૂ કરી શકાશે
- ૧ જાન્યુઆરી, ૧૯૫૦ પહેલાની ઈમારત અને કિલ્લામાં બનશે રેસ્ટોરન્ટ
- નવી પોલીસીથી નવી રોજગારીની તકનું થશે સર્જન
- રિનોવેશન માટે પાંચથી ૧૦ કરોડ રૂપિયાની સહાય મળશે
- પાંચ વર્ષ માટે સાત ટકા વ્યાજે સબસિડીની જાગવાઈ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં નવીનીકરણ માટે 5 થી 10 કરોડ રૂપિયા સુધીની સહાય પ્રાપ્ત થશે. જેમાં હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રક્ચરને કોઇ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે. હેરિટેજ મ્યૂઝિયમ, હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે. સરકારની આ નવી પોલિસીથી રાજ્યના પ્રવાસન-ટુરિઝમ સેક્ટરને વેગ મળશે અને વિદેશી હુંડિયામણથી આવકના વધુ સ્ત્રોતનું પણ નિર્માણ થશે.
(સંકેત)