બેદરકારીની સજા, અમદાવાદમાં રાત્રીના 10 બાદ આ 27 વિસ્તારોમાં દુકાનો-બજારો રહેશે બંધ
- બેદરકાર અમદાવાદીઓને અંકુશમાં રાખવા માટે મ્યુનિ.તંત્ર હરકતમાં
- શહેરના 27 વિસ્તારોમાં રાત્રીના 10 બાદ દુકાનો રહેશે બંધ
- મ્યુનિસિપલ તંત્રએ આ માટેનો પરિપત્ર કર્યો જાહેર
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સ્ફોટક ગતિએ વધી રહ્યું છે તેમ છત્તાં લોકો બેદરકાર અને લાપરવાહ બનીને શહેરમાં રખડપટ્ટી કરી રહ્યા છીએ. જો કે અમદાવાદીઓમાં ગંભીરતા લાવવા માટે હવે અમદાવાદના વહીવટીતંત્ર દ્વારા શહેરમાં ફરી કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં શહેરના 27 વિસ્તારોમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો અને દુકાનો બંધ રાખવોન નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં કોરોનાનો વ્યાપ દિન પ્રતિદીન વધી રહ્યો છે અને સંક્રમણના જોખમ છત્તાં લોકો જાગૃતિ દર્શાવ્યા વગર બેરપવાહ બનીને માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર મોડી રાત સુધી રસ્તાઓ અને બજારોમાં ટોળે વળીને ફરી રહ્યા છે. આ અંગે અનેક ફરિયાદો બાદ મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે.
(સંકેત)