1. Home
  2. revoinews
  3. ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી: CM રુપાણીએ પાઠવ્યો આ સંદેશ
ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની 74માં સ્વતંત્રતા પર્વની  ઉજવણી: CM રુપાણીએ પાઠવ્યો આ સંદેશ

ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી: CM રુપાણીએ પાઠવ્યો આ સંદેશ

0
Social Share
  • ગાંધીનગર ખાતે 74માં સ્વતંત્ર પર્વની કરવામાં આવી ઉજવણી
  • ગાંઘીનગર સેકટર 11ના વિસ્ટાગાર્ડન ખાતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ
  • સીએમ વિજય રૂપાણીએ ધ્વજવંદન બાદ આપ્યું સંબોધન

સમગ્ર દેશભરમાં આજે 74મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ દેશના લોકો દ્વારા અનેક નિયમોના પાલનને અનુસરીને આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં આ પર્વની ઉજવણી રાજધાની ગાંધીનગરના સેક્ટર 11ના વિસ્ટાગાર્ડન ખાતે કરવામાં આવી છે. કોરોનાને કારણે દર વર્ષની જેમ આ વર્ષે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા નથી.

15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી આ વર્ષ દરમિયાન સાદાઈથી કરવામાં આવી છે. ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિ જોવાી મળી હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો.. ત્યારબાદ સ્વાતંત્ર્ય પર્વ પર કોરોના વોરિયર્સનું શાબ્દીક સમ્માન પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ કોરોના સંકટને કારણે ખુબ જ મર્યાદીત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તકેદારીના દરેક પગલા લેવામાં આવ્યા હતા. આજના આ ખાસ દિવસે પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન

સીએમ વિજય રૂપાણીનું સંબોધન

ન ડરના હે ન જુકના હે , વિકાસ કી ઓર આગે બઢના હે

સીએમ રુપાણીએ ખેડૂતોને લઈને અનેક મુદ્દાઓ રજુ કર્યા હતા,

આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકાઓને વંદન: CM

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 74મા સ્વાતંત્ર્ય પર્વે ગુજરાતના તમામ નાગરિક ભાઇ-બહેનોને ગુર્જર ધરાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા પ્રતિબદ્ધ થવાનું આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, ‘આપણી આઝાદીના મૂળિયા જેમણે સીંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ, અનેક નામી-અનામી એવા સૌ કોઇને વંદન કરીએ છીએ.

ન રુકના હૈ, ન ઝુકના હૈ, વિકાસ કી ઓર આગે બઢના હૈ, આપણો મંત્ર: CM

આઝાદીના આ પર્વની ઉજવણીનો આનંદ આપણને હોય તે સ્વાભાવિક છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્થિતિ અલગ છે. કોરોના સંક્રમણને કારણે આપણી વિકાસયાત્રા ચોક્કસ ધીમી પડી હશે, પરંતુ ન રૂકના હૈ…ન ઝુકના હૈ… વિકાસ કી ઔર આગે બઢના હૈ…આપણો મંત્ર છે.

ગુજરાતીઓનું ખમીર તેને હંમેશાં આપત્તિને અવસરમાં પલટાવે છે: CM

ભૂકંપની વિપદા હોય કે પૂરનો પ્રકોપ હોય-અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ એવા વખતે ગુજરાતીઓનું ખમીર તેને હંમેશાં આપત્તિને અવસરમાં પલટાવે છે. પડકારોને તરમાં પરિવર્તિત કર્યા છે. કૃષિ-ઉદ્યોગ-સર્વિસ સેક્ટર-આરોગ્ય-શિક્ષણ સર્વગ્રાહી વિકાસની પરિભાષા ગુજરાતે હંમેશાં દેશ-દૂનિયાને દેખાડી છે. કૃષિક્ષેત્રે ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે.

સર્વગ્રાહી ઔદ્યોગિક વિકાસ માટે  પ્રયાસરત

આપણી નવી ઉદ્યોગ નીતિમાં ક્લસ્ટર ડેવલપમેન્ટની નેમની સાથે ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં પણ સર્વગ્રાહી ઔદ્યોગિક વિકાસની દિશા અપનાવી છે. સંતુલિત પ્રાદેશિક વિકાસને વેગ આપવા 50 વર્ષ સુધી લાંબાગાળાની લીઝ ઉપર સરકારી જમીન આપવામાં આપણે ઉદ્યોગોને સગવડરૂપ બન્યા છીએ. કોરોનાને કારણે આર્થિક નુકસાનમાંથી બેઠા કરવા રૂ. 1370 કરોડ એટ વન ક્લિક એમએસએમઇને સીધા એમના ખાતામાં આપેલા છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code