1. Home
  2. revoinews
  3. ગુજરાતને ટૂંક સમયમાં મળશે નવા પોલીસ વડા, 31 જુલાઇએ થશે પસંદગી
ગુજરાતને ટૂંક સમયમાં મળશે નવા પોલીસ વડા, 31 જુલાઇએ થશે પસંદગી

ગુજરાતને ટૂંક સમયમાં મળશે નવા પોલીસ વડા, 31 જુલાઇએ થશે પસંદગી

0
  • કોરોના સંકટ વચ્ચે ગુજરાતને મળશે નવા પોલીસ વડા
  • ગુજરાતના નવા DGPની પસંદગી 31 જુલાઇએ થશે
  • આ માટે પાત્ર અધિકારીઓના નામની યાદી UPSCને મોકલાઇ

ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે ગુજરાતને નવા પોલીસ વડા મળશે. ગુજરાતના નવા ડીજીપીની પસંદગી 31 જુલાઇના રોજ થવાની છે. આગામી ડીજીપીની પસંદગી માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ દિલ્હી જવા માટે રવાના થશે તેવી શક્યતા છે. UPSCની દિલ્હીમાં યોજાનારી બેઠકમાં આ બંને ભાગ લેશે. આપને જણાવી દઇએ કે રાજ્ય સરકારે પાત્ર અધિકારીઓના નામની યાદી યુપીએસસીને મોકલી હતી.

યુપીએસસી જે નામોને સૂચિબદ્વ કરે છે તે પૈકી રાજ્ય સરકાર ડીજીપી તરીકે પસંદગી કરશે. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે હાલમાં અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

(સંકેત)

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.