1. Home
  2. revoinews
  3. PM મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર, પ્રોજેક્ટ પૂર્ણતાના આરે
PM મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર, પ્રોજેક્ટ પૂર્ણતાના આરે

PM મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર, પ્રોજેક્ટ પૂર્ણતાના આરે

0
Social Share
  • પીએમ મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર
  • ગીરના પર રોપ-વેનો ડ્રીમ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે
  • PM મોદી જ પ્રોજેક્ટની શરૂઆત કરે તેવી સંભાવના

વડાપ્રધાન મોદીનો ગીરનાર પર રોપ-વેનો ડ્રીમ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. તત્કાલિકન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું સ્વપ્ન પીએમ મોદીના શાસનમાં સાકાર થવા જઇ રહ્યું હોવાથી તેઓ આ પ્રોજેક્ટની શરૂઆત કરાવે તેવી શક્યતા છે. વર્તમાન સમયમાં ગીરનાર રોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, તાજેતરમાં જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એન્જિનિયરિંગ ક્ષેત્રે ચમત્કાર ગણાશે.

અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન યુપીએ સરકાર દ્વારા પર્યાવરણના કારણો આગળ ધરીને આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી નહોતી અને ગીરનાર પર્વતનો કેટલોક ભાગ જટિલ હોવાથી ત્યાં એન્જિનિયરિંગમાં પણ પડકારો હતો.

જો કે કેન્દ્રમાં નવી સરકારની રચના થતા ગીરનાર રોપ-વે પ્રોજેક્ટ માટે નવો રૂટ અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બાદ પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો થયો હતો. જાણીતી કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપ જે લોકો પગપાળા ગીરનાર નથી જઇ શકતા તે રોપ-વે મારફતે મા અંબાજીના દર્શન કરી શકશે.

(સંકેત)

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code