1. Home
  2. revoinews
  3. ગુજરાત પેટાચૂંટણી પરિણામ: આઠેય બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો
ગુજરાત પેટાચૂંટણી પરિણામ: આઠેય બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: આઠેય બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો

0
Social Share
  • ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત
  • ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ મનાવાયો
  • કોંગ્રેસની તમામ બેઠકો પર કારમી હાર બાદ કોંગ્રેસ કાર્યાલમાં સન્નાટાનો માહોલ

અમદાવાદ: ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસને તમામ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ભવ્ય વિજય બાદ ભાજપ કાર્યાલયમાં વિજયોત્સવ જેવો માહોલ છે. જ્યારે પેટાચૂંટણી કારમી હાર બાદ કોંગ્રેસ કાર્યાલયમાં સન્નાટો છવાયો છે. વોટ શેરિંગની વાત કરીએ તો આ 8 બેઠકો પર ભાજપને 55 ટકા મત મળ્યા છે જ્યારેે કોંગ્રેસના માત્ર 34.4 ટકા મત મળ્યા છે. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મતો નોટામાં પડ્યા છે.

 

અપડેટ્સ

જાહેર થયેલ ચૂંટણી પરિમાણની વિગતો

અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને કુલ 71,848 મત મળ્યાં હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાંતિલાલ સેંઘાણીને કુલ 35,070 મત મળ્યા હતા. આ બેઠક પર અફક્ષ ઉમેદવાર હનિફ પડ્યારને 26,463 મત મળ્યા છે. બેઠક પર પ્રદ્યુમનસિંહનો 36,778 મતથી વિજય થયો છે.

ડાંગ: પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 મતની જંગી લીડથી વિજેતા થયા છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ 94,006 મત જ્યારે કૉંગ્રેસ ઉમેદવારને કુલ 33,911 મત મળ્યા છે. કુલ 1,35,098 મત પૈકી 2,939 મત નોટામાં ગયા છે.

કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીનો ઐતિહાસિક વિજય થયો છે. જીતુભાઈ ચૌધરીની કપરાડા વિધાનસભા બેઠક પર સતત પાંચમી જીત થઈ છે. અત્યાર સુધી ચાર વખત તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડા બેઠક પર ચૂંટાયા હતા. પાંચમી વખત ભાજપના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશે. નવા સીમાંકન બાદ ભાજપની આ બેઠક પર પ્રથમ જીત થઈ છે. જીતુભાઈ ચૌધરી સામે કૉંગ્રેસમાંથી બાબુભાઈ વરઠા મેદાનમાં ઉતર્યાં હતાં. જીતુભાઈને આ બેઠક પર 1,12,941 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના બાબુભાઈ વરઠાને 65,875 મત મળ્યા છે. આ બેઠક પર જીતુભાઈનો 47,066 મતથી વિજય થયો છે.

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 42 રાઉન્ડનાં અંતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાનો 32,050 મતની લીડ સાથે વિજય થયો છે. કિરીટસિંહ રાણાને કુલ 88,928 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ચેતનભાઇ ખાચરને કુલ 56,878 મત મળ્યા છે. આ બેઠક પર 3,558 મત નૉટામાં પડ્યા છે.

મોરબીમાં અંતિમ રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાને કુલ 64,711 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને કુલ 60,062 મત મળ્યા છે. આ રીતે બ્રિજેશ મેરજાનો 4,649 મતની લીડથી વિજય થયો છે.

કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ 76,958 મત મળ્યાં. કૉંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને કુલ 60,533 મત મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયપટેલનો 16,425 મતોથી વિજય થયો છે.

ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની જીત. ભાજપના ઉમેદવારને કુલ 70,886 મત મળ્યાં. કૉંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને 48,291 મત મળ્યાં. ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો 22,595 મતોથી વિજય થયો.

ધારી બેઠક પર ભાજપના જે.વી. કાકડિયાને કુલ 49,974 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સુરેશ કોટડિયાને કુલ 32,765 મત મળ્યા છે. આ બેઠક ભાજપના ઉમેદવાર કાકડિયાએ 17,209 મતની લીડથી જીતી લીધી છે.

અબડાસા પેટા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે. 37,928 મતથી જીત મેળવી છે. અબડાસામાં ઇતિહાસ રચાયો છે.

કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત

ગુજરાત પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે તેવી શક્યતા પ્રબળ બની રહી છે અને તેને પગલે ભાજપના કાર્યકરો તેમજ ટોચના નેતાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. દિવાળી પૂર્વે જ પેટાચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો જીતશે તેવા આશાવાદે કમલમમાં ભાજપ  દ્વારા વિજયોત્સવની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ચૂંટણી પરિણામો પર અપડેટ

ગઢડા બેઠક પર 12 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 13,719 મતથી આગળ

મોરબી બેઠક પર 23 રાઉન્ડના અંતેભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ૧૫૯૧ મતથી આગળ

કરજણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા મતગણતરી સેન્ટર છોડીને નીકળી ગયા છે. કિરીટસિંહ જાડેજાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને કરજણની જનતાનો આભાર માન્યો હતો. મતદાનના છેલ્લા બે દિવસમાં મતદારોને ડરાવ્યા અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ભાજપે મત મેળવ્યા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. આવનારા સમયમાં ડબલ જોશથી મતદારો વચ્ચે જઈશું, તેમ જણાવ્યું હતું.

લીંબડી બેઠક પર 23 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 24,585 મતથી આગળ

લીંબડી: 12મા રાઉન્ડના અંતે કિરીટસિંહ રાણા 15,555 મતથી આગળ.

ડાંગ: નવમા રાઉન્ડમાં ભાજપાનાં વિજય પટેલ 14,066 મતોથી આગળ.
કપરાડા: છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 9,875 મતથી આગળ.
કરજણ: 10 રાઉન્ડના અંતે બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 27,958 મત મળ્યા. કૉંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 19,427 મત મળ્યાં છે. બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 8,531મતોથી આગળ.અબડાસા: 10 રાઉન્ડ બાદ ભાજપને 11,541 મતની લીડ.
ધારી: સાતમા રાઉન્ડને અંતે આત્મારામ પરમારને 8,376 મતોથી આગળ.

 

મોરબીમાં ટ્રેન્ડની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજા ભાજપની ટિકિટ ઉપરથી ઉભા રહ્યા હતા. ત્રણ રાઉન્ડના અંતે મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જંયતિલાલ પટેલ 3300 મતથી આગળ હોવાનુ જાણવા મળ્યું છે. અબડાસામાં ચાર રાઉન્ડમાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા 4000 મતથી આગળ હતા જ્યારે લીંબડી બેઠક પર એકતરફી પરિણામ આવી શકે છે અને ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 7393 મતથી આગળ ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર બપોરના 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થવાની સંભાવના છે. આપને જણાવી દઇએ કે 8 બેઠકો ઉપરથી કુલ 81 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. અત્યારે 8 મતગણતરી કેન્દ્રો પર કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. સૌ પ્રથમ મતદાન પ્રક્રિયામાં ફરજ પરના કર્મચારીઓના પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે ત્યારબાદ ઇવીએમની ગણતરી થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code