1. Home
  2. revoinews
  3. મધ્યપ્રદેશ ઈલેક્શન રિઝલ્ટ : 28 વિધાનસભા બેઠકોની મતગણતરી હાલ પણ જારી, બીજેપી 12 સીટથી જીત તરફ આગળ
મધ્યપ્રદેશ ઈલેક્શન રિઝલ્ટ : 28 વિધાનસભા બેઠકોની મતગણતરી હાલ પણ જારી, બીજેપી 12 સીટથી જીત તરફ આગળ

મધ્યપ્રદેશ ઈલેક્શન રિઝલ્ટ : 28 વિધાનસભા બેઠકોની મતગણતરી હાલ પણ જારી, બીજેપી 12 સીટથી જીત તરફ આગળ

0
Social Share
  • મધ્ય પ્રદેશ ઈલેક્શન રુઝાનમાં બીજેપી આગળ
  • 28 વિધાનસભા બેઠકો માટેની મતગણતરી શરુ
  • સૌ કોઈની જનર મતગણતરી પર

સમગ્ર દેશમાં એકબાજુ કોરોનાનો માર છે તો બીજી તરફ  મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, જો કે અત્યાર સુધીની ગમતરીમાં બીજેપીએ 9 સીટ મેળવી લીઘી છે કો બીજી 10 સીટો પર રુઝાન  પ્રમાણે બીજેપી લીડ કરી રહી છે.

મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે પરિણામો આવવાના શરૂ થઈ ચૂક્યા છે. ભાજપે સતત નવ બેઠક જીતીને લીડ ચાલુ રાખી રહી છે, જ્યારે કોંગ્રેસે એક બેઠક જીતી લીધી છે. બાકીની બેઠકોના પરિણામો હજુ આવવાના બાકી છે. આ સાથે, સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં ભાજપ સરકાર ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં જ્યાતિરાદિત્ય સિંધિયા 22 એમએલએ સાથે કોંગ્રેસને ટાટા બાટ બાય કરીને બીજેપી સાથે જોડાયા હતા, ત્યાર બીજા બીજા 3 એમએલએ એ બીજેપીનો હાથ પકડ્યો હતો.

આજની મતગણતરી બીજેપી સરકારને યથાવત રાખવા માટે ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, સૌ કોઈની જનર મધ્યપ્રદેશમાં થઈ રહેલી મતગણતરી પર જોવા મળી રહી છે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ , પૂર્વમુખ્ય મંત્રી કમલનાથ અને રાજ્યસભા સદસ્ય જ્યોતિરાદિત્ય સિંઘિયાનું રાજકીય ભવિષ્ય નક્કી થવા જઈ રહ્યું છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રારંભિક રુઝાનો માં 19 બેઠકો પર બીજેપી  આગળ જોવા મળી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ સાત બેઠકો પર આગળ હતી. આ સિવાય બસપા એક બેઠક ઉપર આગળ છે.

શિવરાજસિંહએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી

મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે એક ટવીટમાં જણાવ્યું છે કે રાજ્યના લોકોએ ફરી એકવાર વિકાસ અને લોકકલ્યાણ માટે પ્રતિબદ્ધ મધ્યપ્રદેશની જવાબદારી ભાજપને સોંપવાનો નિર્ણય લીધો છે. તે સ્પષ્ટ દેખાય છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code